મોદીની બાયોપિક બાદ વેબ સીરિઝ પર ECએ લગાવી બ્રેક


નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2019, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકને રિલીઝ પહેવા બેન કર્યા બાદ હવે ચૂંટણીપંચે નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત વેબ સીરિઝ મોદી-જર્ની ઓફ અ કોમનમેન પર પણ બ્રેક લગાવી છે. ચૂંટણીપંચે નરેન્દ્ર મોદીના જીવન આધારિત વેબ સીરિઝ પર પ્રતિબંધ લગાવ્યો છે. ઇરોસ નાઉને આદેશ આપવામાં આવ્યો છે કે, તે આ વેબ સીરિઝના તમામ એપિસોડની સ્ટ્રીમિંગ તેમના તમામ માધ્યમો પરથી બંધ કરે.

વડાપ્રધાન મોદી પર બનેલી વેબ સીરિઝના પાંચ એપિસોડ સ્ટ્રીમ થઇ ચૂક્યા છે. જેને ચૂંટણી દરમિયાન રિલીઝ કરવા પર ડાયરેક્ટરનું કહેવું છે કે, આ માત્ર સંયોગ છે. અણે સીરિઝ પર 11 મહિનાથી કામ કરી રહ્યાં હતા. પરંતુ ટેક્નિકલ સમસ્યાઓના કારણે સીરિઝને સ્ટ્રીમ કરાવવામાં સમય લાગ્યો, અમારો ચૂંટણીની મૌસમમાં તેને રિલીઝ કરવાનો કોઇ ઇરાદો નહોતો.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GmPWfB
via Latest Gujarati News

Post a Comment

0 Comments