ઇંદોર (મધ્ય પ્રદેશ) તા.12 એપ્રિલ 2019 શુક્રવાર
કોંગ્રેસના સિનિયર નેતા અને પ્રખર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે મધ્ય પ્રદેશની હાઇકોર્ટની ઇંદોર ખંડપીઠમાં ચાલી રહેલા કેસમાં એવી દલીલ કરી હતી કે દિલ્હીના ઇન્કમટેક્સ અધિકારી મધ્ય પ્રદેશના ઇંદોર શહેરમાં શી રીતે દરોડા પાડી શકે ?
મધ્ય પ્રદેશમાં હાલ કોંગ્રેસના કમલ નાથની સરકાર છે અને એમના કેટલાક સાથીદારો પર તાજેતરમાં આવક વેરા ખાતાના દરોડા પડ્યા હતા. કોંગ્રેસે કાગારોળ મચાવી દીધી હતી કે મોદી સરકાર કોંગ્રેસને હેરાન કરવા માટે સરકારી વિભાગોનો દુરુપયોગ કરી રહી છે.
ઇન્કમ ટેક્સ વિભાગ વતી હાજર થયેલા વકીલે જવાબમાં કહ્યું હતું કે 2014ના એક નોટિફિકેશન મુજબ ઇન્કમ ટેક્સના પ્રિન્સિપલ ડાયરેક્ટર (ઇન્વેસિટગેશન ) દેશના કોઇ પણ ખૂણે ઇન્કમટેક્સનો દરોડો પાડી શકે છે. સવારે અગિયાર વાગ્યે શરૂ થયેલો દરોડો મોડી સાંજ સુધી ચાલ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UuXk2u
via Latest Gujarati News
0 Comments