બીજિંગ / મુંબઇ તા.12 એપ્રિલ 2019, શુક્રવાર
બોલિવૂડના બેતાજ બાદશાહ તરીકે જાણીતો સુપર સ્ટાર શાહરુખ ખાન બીજિંગ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં હાજરી આપવા ચીન જવા રવાના થયો હોવાની જાણકારી મળી હતી.
આવતી કાલ 13 એપ્રિલથી શરૃ થનારો આ ફેસ્ટિવલ 20 એપ્રિલ સુધી ચાલવાનો છે. આ ફેસ્ટિવલમાં પાંચેક ભારતીય ફિલ્મો રજૂ થવાની છે જેમાં સત્યજિત રેની પાથેર પાંચાલી અને શાહરુખ ખાનની ઝીરોનો સમાવેશ થાય છે. શાહરુખ ખાનની સાથે બજરંગી ભાઇજાન જેવી સુપરહિટ ફિલ્મ બનાવનારા ફિલ્મ સર્જક કબીર ખાન પણ બીજિંગ જવા રવાના થયા હતા.
છેલ્લાં થોડાં વરસોથી ચીનમાં ભારતીય ફિલ્મો અને ભારતીય કલાકારો હિટ નીવડતાં થયાં હતાં. એનો આરંભ આમિર ખાનની થ્રી ઇડિયટ્સ ફિલ્મથી થયો હતો. ચીની વડા પ્રધાને આ ફિલ્મ જોઇને આમિર ખાનને ચીનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતુ. ચીનમાં પણ થ્રી ઇડિયટ્સ સુપરહિટ નીવડી હતી. ત્યારબાદ રજૂ થયેલી આમિરની મોટા ભાગની ફિલ્મોએ ચીનમાં ધીકતો ધંધો કર્યો હતો જેમાં દંગલ અને સિક્રેટ સુપરસ્ટારનો ઉલ્લેખ જરૃરી બની જાય છે.
તાજેતરમાં રજૂ થયેલી આયુષમાન ખુરાના અને રાધિકા આપ્ટેની ફિલ્મ અંધાધૂંધ પણ ચીનમાં હિટ નીવડી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z6PKtG
via Latest Gujarati News
0 Comments