સિડની તા.12 એપ્રિલ 2019, શુક્રવાર
સિનિયર અભિનેતા જ્યોફ્રી રશે વગદાર બ્રિટિશ દૈનિક ધ ડેલી ટેલિગ્રાફ સામે કરેલો બદનામીનો કેસ સહેલાઇથી જીતી લીધો હતો અને અદાલતે સંબંધિત અખબારને જ્યોફ્રીને 6,10,000 અમેરિકી ડૉલર્સ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
ધ ડેલી ટેલિગ્રાફે એવી સ્ટોરી પ્રગટ કરી હતી કે જ્યોફ્રી રશે જાતીય ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ એમની એક સહઅભિનેત્રીએ કર્યો હતો. 2015 અને 2016 વચ્ચે બની રહેલી ફિલ્મ કિંગ લિયર બનતી હતી ત્યારે જ્યોફ્રી રશે સહઅભિનેત્રી એરીન જ્યોં નોર્વિલ સાથે જાતીય ગેરવર્તન કર્યું હતું. કિંગ લિયર જગવિખ્યાત નાટયકાર વિલિયમ શેક્સપિયરની યાદગાર કૃતિ છે.
જરા પણ સમય ગુમાવ્યા વિના જ્યોફ્રીએ તરત આ અખબાર સામે બદનામીનો દાવો કર્યો હતો અને અખબારે કરેલા આક્ષેપના પુરાવા રજૂ કરવાની માગણી કરી હતી.
ધ ડેલી ટેલિગ્રાફ અખબાર આ આક્ષેપના પુરાવા રજૂ કરી શક્યું નહોતું. કોર્ટે અખબારને એવો આદેશ આપ્યો હતો કે જ્યોફ્રી રશને 6,10,000 અમેરિકી ડૉલર્સ વળતર રુપે ચૂકવી દેવા.
જો કે જ્યોફ્રી રશે પોતાના વ્યક્તિત્વન ગરિમા જાળવી રાખતાં મિડિયા સમક્ષ કહ્યું હતું કે આ કેસમાં કોઇ વિજેતા થયું નથી. કેસ સાથે જોડાયેલા સૌ કોઇ અજંપો અને માનસિક સંતાપ વેઠી રહ્યા છે. આથી વધુ મારે કશું કહેવું નથી.
હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ માઇકલ વીગ્નેએ કહ્યું હતું કે ધ ડેલી ટેલિગ્રાફનો આ અહેવાલ જ્યોફ્રી રશની બદનામી કરે છે. અખબાર પોતે કરેલા આક્ષેપના સમર્થનમાં કોઇ પુરાવા રજૂ કરી શક્યું નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2URNyXF
via Latest Gujarati News
0 Comments