બીજિંગ / મુંબઇ તા.12 એપ્રિલ 2019, શુક્રવાર
બોલિવૂડની હોનહાર અભિનેત્રી રાધિકા આપ્ટેએ ચીનમાં પણ પોતાનો એક ચાહકવર્ગ સર્જ્યો હોવાની માહિતી મળી હતી.
તાજેતરમાં આયુષમાન ખુરાનાની અંધાધૂંધ ફિલ્મ ચીનમાં રજૂ થઇ હતી અને હિટ નીવડી હતી. રાધિકા આપ્ટેએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. એના પર ચીની દર્શકો ઓવારી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
ચીનમાં આમિર ખાનની થ્રી ઇડિયટ્સ રજૂ થઇ અને સુપરહિટ નીવડી ત્યારબાદ હિન્દી ફિલ્મો માટે ચીનનુું એક નવું માર્કેટ સર્જાઇ ગયું હતું. થ્રી ઇડિયટ્સ પછી સતત ત્યાં હિન્દી ફિલ્મો રજૂ થવા માંડી હતી અને એને સરસ આવકાર પણ મળતો થયો હતો.
અંધાધૂંધ ચીનમાં સ્થાનિક ભાષાના સબ-ટાઇટલ્સ સાથે રજૂ થઇ હતી અને માત્ર ચાર દિવસમાં 100 કરોડનો બિઝનેસ કર્યો હતો. સાથોસાથ રાધિકાનો એક નવો ચાહકવર્ગ પણ ઊભો થયો હતો એવી નોંધ ચીની મિડિયાએ લીધી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ku48J3
via Latest Gujarati News
0 Comments