બ્રસેલ્સની 'પીઇંગ બોય' પ્રતિમામાં પાણીનો બગાડ અટકાવવામાં આવશે


બ્રસેલ્સ, તા.6 એપ્રિલ, 2019, શનિવાર

વિશ્વ પ્રસિધ્ધ પ્રતિમાં માનનેકેન પિસ (પી પી કરતું બાળક) વર્ષોથી પાણી છોડે છે. તાજેતરમાં સત્તાવાળાઓને સમજાયું કે બાળકને પી પી કરતું દેખાડવામાં દરરરોજ લગભગ અઢી ટન પાણીનો બગાડ થાય છે. 

૪૦૦ વર્ષ જુની આ પ્રતિમામાં પ્લમ્બરની ભુલના કારણે પાણીનો બગાડ થાય છે.૨૦૧૯માં  આવો બગાડ પર્યાવરણ માટે આવકાર્યદાયક નથી.નાનકડી પ્રતિમાના ફુવારામાંથી નીકળતું પાણી(મૂત્ર) સીધી રીતે ગટરમાં ઉતરી જાય છે.

જે પાણીનો બગાડ થાય છે તે બેલ્જીયમના સરેરાશ પાંચ ઘરમાં દરરોજ વપરાતા પાણી જેટલું હોય છે. કોઇને ખબર નથી કે પ્લમ્બરની ભુલના કારણે કેટલું નુકસાન થયું હતું.'અમને ભવિષ્ય તરફ જોવું ગમશે'એમ શહેરના એન્જીની.ર રેગીસ કાલેન્સે કહ્યું હતું. ભવિષ્ય રિસાયકલિંગમાં જ છે. એટલા માટે માનનેકેન પિસમાંથી જે પાણી નીકળશે તેને ફરી એક ટાંકીમાં ભરવામાં આવશે. આમ હવે પાણીનો બગાડ નહીં થાય'એમ રેગિસે કહ્યું હતું.

મ્યુનિસિપલ સીસ્ટમમાં ઇલેકટો્રનિક મોનિટર્સના કારણે વધારાનું પાણી સત્તાવાળાઓ શોધી શક્યા હતા. 'અમે ઓછામાં ઓછું બગાડ થાય એવી રિયલ પોલીસી વિકસાવીશું.અમે બ્રેસેલ્સ, બેલ્જીયમ અને સમગ્ર યુરોપના લોકોને એ કહેવા ઇચ્છીએ છીએ કે જો માનનેકેન પિસ પ્રતિમા પાણીનો બગાડ અટકાવી શકતી હોય તો તમે પણ બગાડ રોકો'એમ બ્રસેલ્સના મેયર બેનોઇટ હેલિંગ્સે કહ્યું હતું.

કેટલાક લોકો માનનેકન પિસના ઉદયને ૧૪મી સદીની પ્રતિમા ગણાવે છે, પરંતુ સૌથી શ્રેષ્ઠ રેકોર્ડ અનુસાર ૨૨ ઇંચની  કાંસ્યની આ નગ્ન  પ્રતિમાને ઘડતર ૧૬૧૯માં કરાયું હતું.હાલમાં બ્રસેલ્સના પર્યટકોના પ્રિય સ્થળે જોવા મળતી પ્રતિમા તો નકલ છે, મૂળ પ્રતિમા તો શહેરના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KgqDBl
via Latest Gujarati News

Post a Comment

0 Comments