અરુણાચલ પ્રદેશમાં CMના કાફલામાંથી ૧.૮ કરોડ ઝડપાયા, PM વિરુદ્ધ કેસ નોંધવા કોંગ્રેસની માંગ

(પીટીઆઈ)           નવી દિલ્હી, તા.3 એપ્રિલ 2019,બુધવાર

કોંગ્રેસે અરુણાચલ પ્રદેશમાં ભાજપ પૈસાના જોરે મત ખરીદતી હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીવ સુરજેવાલાએ સવાલ કર્યો છે કે, અરુણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી પેમા ખાંડૂના કાફલામાંથી ૧.૮ કરોડ રુપિયા મળી આવ્યા છે તે મતદારોને ભાજપ પ્રત્યે આકર્ષિત કરવા માટેના હતા? તેમણે આ રકમને કાળું ધન ગણાવીને ચૂંટણી પંચ દ્વારા આ મામલે કોઈ એફઆઈઆર ન દાખલ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. 

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી વિરુદ્ધ આજ સુધી કેસ નથી નોંધાયો તેવી ફરિયાદ સાથે આ ઘટના સાથે પ્રથમ દ્રષ્ટિએ સંકળાયેલા ત્રણ લોકો મુખ્યમંત્રી પેમા ખાંડૂ, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરાવવાની માંગ કરી હતી.

સુરજેવાલાએ જણાવ્યું કે મોડી રાત્રે મુખ્યમંત્રી પેમા ખાંડૂ, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષના કાફલામાંથી કુલ ૧.૮ કરોડ રુ. મળી આવ્યા હતા. બીજા દિવસે સવારે ૧૦ કલાકે અરુણાચલ પ્રદેશના પાસીઘાટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલા આ રકમ ઝડપાઈ હતી. 

સોશિયલ મીડિયામાં ઈલેક્શન કમિશનના ચૂંટણી ખર્ચ અધિકારીની હાજરીમાં આ રકમ ગણાઈ રહી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ગેસ્ટ હાઉસમાં પાર્ક કરાયેલી પાંચ ગાડીઓમાંથી આ રકમ મળી આવી હતી. સુરજેવાલાએ આટલી મોટી રકમ ક્યાંથી આવી અને શું તેનો ઉપયોગ વડાપ્રધાનની રેલીમાં થવાનો હતો તેવો સવાલ કર્યો છે અને સાથે જ આ ઘટનાને જોતા ચોકીદાર જ ચોર લાગે છે તેવો કટાક્ષ કર્યો હતો. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2K3GEuk
via Latest Gujarati News

Post a Comment

0 Comments