
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.2 એપ્રિલ, 2019, મંગળવાર
ભારતની લાંચ વિરોધી સંસ્થા સેન્ટ્રલ વિજિલેન્સ કમિશને-CVC- એ દેશમાં લાંચને કેવી રીતે રોકી શકાય તે માટે તેના અધિકારીઓને તાલીમ આપવાનો નિર્ણય કર્યો હતો. CVC દ્વારા ઓસ્ટ્રિયાના શહેર વિયેનામાં ત્રણથી ૧૪ જૂન વચ્ચે ઇન્ટરનેશનલ એન્ટી-કરપશન એકેડમી દ્વારા શિબિરનું આયોજન કરાયું છે, એમ એક અધિકારીએ કહ્યું હતું.
સંસ્થામાં ભ્રષ્ટાચારને રોકવા કમિશનના હાથ તરીકે કામ કરતા પાત્રતા ધરાવતા ચીફ વિજિલેન્સ અધિકારીઓ અને વિજિલેન્સ સબંધીત કામમાં રોકાયેલા કર્મચારીઓને મોકલાશે. કમિશન દ્વારા આગામી આતંરરાષ્ટ્રીય અથવા ઘરેલુ તાલીમ માટે ઓસ્ટ્રિયાના શહેર વિયેનામાં આયોજીત કસ્ટમાઇઝ્ડ ટ્રેનિંગમાં અધિકારીઓને મોકલવા તેમજ સંસ્થાની માહિતીને અપડેટ કરવા ચીફ વિજિલેન્સ ઓફિસરો પાસેથી માહિતી માગવામાં આવી હતી.કમિશનના ટ્રનિંગ પ્લાન મુજબ આમાં એ જ અધિકારી જઇ શકશે જે ચાલુ વર્ષમાં યોજાનારી તાલીમના પહેલા એપ્રીલના બે વર્ષ પહેલા કોઇ જ વિદેશી ટ્રેનિંગમાં ગયા ના હોય.
IACA લક્સમબર્ગ સ્થિત એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે લાંચ વિરોધી ક્ષેત્રે જોવા મળતી પ્રેકટિસમાં સુધારો કરવા અને માહિતીના અભાવને દૂર કરવા તેમજ ભવિષ્યના પડકારોનો સામનો કરવા વ્યવસાયીઓને સશક્ત કરવા માટે કટીબધ્ધ છે.ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં જરૂરી માળખું ઊભું કરવા અને બાબુઓને વિદેશમાં તાલીમ આપવા પરસોનલ મંત્રાલયે રૂપિયા ૨૪૦ કરોડ કરતાં વધુ રકમ ફાળવી હતી.
આ મંત્રાલય CVC માટે એક નોડલ એજન્સી તરીકે કામ કરે છે.ગયા વષે લોકસભામાં મૂકેલા ૨૦૧૭ના પોતાના વાર્ષિક અહેવાલમાં CVCએ કહ્યું હતું કે તેમને ભ્રષ્ટાચારની ૨૩૬૦૯ ફરીયાદો મળી હતી જે પૈકી ૧૨૦૮૯ રેલવે કર્મચારીઓ અને ૮૦૦૦ વિવિધ બેંક અધિકારીઓ સામેની હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I7xyKk
via Latest Gujarati News
0 Comments