જયા પ્રદા વિશે વિવાદિત નિવેદન કરનાર સપા નેતા આઝમ ખાન વિરુદ્ધ FIR નોંધાઈ

નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2019 સોમવાર

લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન દ્વારા ભાજપ ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ કરવામાં આવેલા વિવાદિત નિવેદનને કારણે FIR નોંધવામાં આવી છે.

આઝમ વિરુદ્ધ રામપુરના શાહાબાદ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. શાહાબાદ મેજિસ્ટ્રેટ મહેશ કુમાર ગુપ્તાની ફરિયાદ પર આ FIR નોંધવામાં આવી છે.

આઝમના નિવેદન પર ભાજપના વરિષ્ઠ નેતા અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મુલાયમ સિંહનું નામ લઈને ટ્વીટ કર્યુ છે. સુષ્માએ પોતાના ટ્વીટમાં લખ્યુ, મુલાયમ ભાઈ તમે સમાજવાદી પાર્ટીના પિતા સમાન છો. તમારી સામે રામપુરમાં દ્રોપદીનું ચીરહરણ થઈ રહ્યુ છે. તમે ભીષ્મની જેમ મૌન સાધવાની ભૂલ ના કરો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KEcoq9
via Latest Gujarati News

Post a Comment

0 Comments