J&Kના પુલવામામાં થયેલો આતંકી હુમલો વડાપ્રધાન મોદીનું ષડયંત્ર: અઝીઝ કુરેશી

નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2019 સોમવાર

લોકસભા ચૂંટણી 2019માં પુલવામા આતંકી હુમલો અને બાલાકોટ એર સ્ટ્રાઈક પર રાજકારણ ગરમાયુ છે. એક તરફ ભાજપ બાલાકોટ એર સ્ટ્રાઈકની વાત છેડીને વડાપ્રધાન મોદીના વખાણ કરી રહ્યુ છે.

તો બીજી તરફ, કેટલાક વિપક્ષી દળોએ બાલાકોટ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા અને આ ઓપરેશનના પુરાવા માગ્યા જેની પર રાજનીતિ ગરમાઈ રહી છે. આ વચ્ચે પુલવામા આતંકી હુમલા પર ત્રણ રાજ્યોના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસ નેતા અઝીઝ કુરેશીએ વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ આ હુમલો વડાપ્રધાન મોદીએ પ્લાન કરીને કરાવ્યો. 

અઝીઝ કુરેશી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મિઝોરમના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે. અઝીઝ કુરેશીએ દાવો કર્યો કે 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલો આતંકી હુમલો વડાપ્રધાન મોદીનું એક ષડયંત્ર હતુ. તેમણે કહ્યુ, આ હુમલો તેમણે પ્લાન કરીને કરાવ્યો. જેથી તેમને તક મળી શકે, પરંતુ જનતા બધુ સમજે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UjyfTl
via Latest Gujarati News

Post a Comment

0 Comments