
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2019, શુક્રવાર
નૌસેનાના વિમાન વાહક યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં આગ લાગવાને કારણે નેવીના એક અધિકારીનું મોત થયું છે. જો કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આગને કાબૂમાં લેવાની કોશિશ દરમિયાન નેવીના અધિકારીનું મોત થયું છે. આ દુર્ઘટના કર્ણાટકના કારવાર પાસે થઇ છે.
મળતી જાણકારી પ્રમાણે લેફ્ટનન્ટ કમાંડર ડી.એસ.ચૌહાણે આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી અને આ દરમિયાન તેઓ આગની ચપેટમાં આવી ગયા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું મોત થયું. નૌસેનાએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
નેવી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આગના કારણે આ યુદ્ધ જહાજની ક્ષમતાને કોઇ નુંસાન નથી પહોંચ્યું. આગને કાબૂમાં લેવાના પ્રયાસમાં એક અધિકારીનું મોત થયું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GzUnE0
via Latest Gujarati News
0 Comments