નિરવ મોદીની જામીન અરજી કોર્ટે ફગાવી, ચૂંટણી પરિણામ સુધી રહેવું પડશે જેલમાં


નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2019, સોમવાર

ભાગેડૂ ડાયમંડ વેપારી નિરવ મોદીને વેસ્ટમિંસ્ટર કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. કોર્ટે ફરીવાર તેની જામીન અરજી નકારી છે. કોર્ટમાં નિરવ મોદીના વકિલ હાજર રહ્યાં જ્યારે પોતે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા કોર્ટમાં હાજર રહ્યો.

આ અગાઉ પણ કોર્ટે ગત મહિને તેની જામીન અરજી ફગાવી હતી અને 26 એપ્રિલ સુધી જેલ મોકલી આગલી સુનવણી આ તારીખ સુધી ટાળી હતી. હવે આ મામલે આગલી સુનવણી 24 મેએ થશે. 


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pu4zCd
via Latest Gujarati News

Post a Comment

0 Comments