
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2019, શુક્રવાર
રોહિત શેખર મર્ડર કેસમાં આરોપી પત્નિ અપૂર્વા તિવારીને ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં હાજર કરી, જ્યાં કોર્ટે અપૂર્વાને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકળવામાં આવી છે. અપૂર્વાને ચશ્મા પહેરવાની કોર્ટે મંજુરી આપી દીધી છે. જ્યારે અલગ બેરેકમાં રહેવાની તેની માંગ કોર્ટે ફગાવી છે.
નોંધનીય છે કે, એન.ડી.તિવારીના પુત્ર રોહીત શેખર તિવારીની મોતનો કોયડો ઉકેલાય ગયો હતો અને તેમાં અપરાધી તરીકે રોહીતની પત્નિ અપૂર્વાનું નામ સામે આવ્યું છે. દસ મહિના પહેલા જ બંન્નેના લગ્ન થયાં હતા.
આ હત્યાકાંડની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 16 એપ્રિલની રાત્રે રોહિત અને અપૂર્વા વચ્ચે મારામારી થઇ હતી. આ દરમિયાન અપૂર્વાએ રોહીતની હત્યા કરી. પોલીસ પ્રમાણે એક મહિલા સાથે દારૂ પીવાને લઇને બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. હત્યા કર્યા બાદ અપૂર્વાએ પુરાવાનો નાશ કર્યો હતો અને આ વારદાત એક થી દોઢ કલાકની અંદર થઇ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W7MgFn
via Latest Gujarati News
0 Comments