
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2019, શુક્રવાર
નાણાં મંત્રાલયએ નાણાંકિય વર્ષ 2018-19 માટે કર્મચારી ભવિષ્ય નિધિ(EPF) પર 8.65% વ્યાજ આપવાના EPFOના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. EPFOના 6 કરોડ સભ્યોને તેનો લાભ મળશે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે નાણાંમંત્રાલય હેઠળ આવતા નાણાંકિય સેવા વિભાગના EPFOના 2018-19ના વર્ષ માટે તેમના સભ્યોને EPF પર 8.65% વ્યાજ આપવાનો નિર્ણય પર તેમની સહમતિ આપી દીધી છે.
સુત્રોએ જણાવ્યું કે, નાણાંકિય સેવા વિભાગે નિવૃત્તિ ફંડની કેટલીક શરતોને પૂર્ણ કરવાના આધાર પર આ પ્રસ્તાવને મંજુરી આપી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં EPFOની નિર્ણય લેનારી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝએ 2018-19 માટે EPF પર વ્યાજદર વધારીને 8.65% કરવાનો નિર્ણય કર્યો હતો. EPFના વ્યાજ દરમાં ત્રણ વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2017-18માં EPF પર વ્યાજદર 8.55% હતો.
નાણાં મંત્રાલયની મંજુરી મળ્યા બાદ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને શ્રમ મંત્રાલય 2018-19 માટે વ્યાજદરની નોટિફિકેશન જાહેર કરશે. જે બાદ EPFOએ પોતાના 120થી વધારે ક્ષેત્રિય કાર્યાલયોના સભ્યોના ખાતામાં વ્યાજ દર જમા કરવાનો નિર્દેશ આપશે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vr6qwN
via Latest Gujarati News
0 Comments