
નવી દિલ્હી, તા. 01 એપ્રીલ 2019, સોમવાર
પારિસ્તાની સેનાએ રહેણાંકી વિસ્તારને નિશાન બનાવી ગોળીબાર કરી નાગરિકોને નિશાન બનાવ્યા જેમાં 5 વર્ષની બાળકીનું મોત થયું છે. જ્યારે પુંછ જિલ્લામાં સીઝ ફાયરના ઉલ્લંઘનમાં BSFના એક અધિકારી શહીદ થયા છે.
અધિકારીએ જણાવ્યું કે, પુંછ જિલ્લામાં કંટ્રોલ લાઇન પર પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું જેમાં BSFના એક જવાન શહીદ થયા. અધિકારીએ જણાવ્યું કે, આજે બપોરના સમયે શાહપુરના પેટાસેક્ટરના એક ગામમાં એક ઘર નજીક એક ગોળો પડવાથી પાંચ વર્ષિય બાળકીનું મોત થયું છે અને અન્ય બે લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે, છ જવાનો સહિત 11 લોકો પણ ઘાયલ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં છ ઘરોને નુંકસાન પહોંચ્યું છે. આ વિસ્તારના દેગવાર શાહપુર, કેરની, કૃષ્ણા ઘાટી, મનકોટે, ગુલપુર અને પુંછના વિસ્તારોમાં પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર શરૂ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UnMBGa
via Latest Gujarati News
0 Comments