ગરમ ચાથી 90 % વધી શકે છે કેન્સરનું જોખમ

જો તમે ગરમ ચા પીવાના શોખીન હોવ તો ચેતી જવાની જરૂર છે. નવા અભ્યાસ કહે છે કે ગરમ ચા પીનારાઓને ઇસોફેગલ એટલે એટલે કે ખાવાની નળીનું કેન્સર થઈ શકે છે. રોજે 75 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધારે તાપમાન ગરમ ચા પીનારાઓને કેન્સર થવાનુ જોખમ બમણું થઇ જાય છે. જો કે ચા પીતાં પહેલાં 4 મિનિટ રાહ જોવાથી આ જોખમ ઘટી શકે છે.

અમેરિકન કેન્સર સોસાયટી ફરહાદ ઇસ્લામીએ કહ્યું કે ચા, કોફી કે હૉટ ચોકલેટ જેવા ગરમ પીણાં પીતાં પહેલા થોડી રાહ જોવી જોઈએ. અભ્યાસમાં 40થી 75 વર્ષની ઉંમરના 50,045 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં  જાણવા મળ્યું કે 60 ડિગ્રી સેલ્સિયસ કે એનાથી વધારે તાપમાનની 700 મિલીલીટર કે તેથી વધારે ચા-કૉફી પીનારાઓમાં ઇસોફેગલ કેન્સર થવાનું જોખમ 90 ટકા સુધી વધી જાય છે. આ કેન્સર ભારતમાં થતું છઠ્ઠા ક્રમનું જ્યારે દુનિયામાં આઠમું સૌથી વધારે થતું કેન્સર છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CQhgls
via Latest Gujarati News

Post a Comment

0 Comments