એન્ટીગુઆ સરકારે નીરવ મોદીની નાગરીકતા માટેની અરજી ફગાવી


નવી દિલ્હી, તા. 01 એપ્રીલ 2019, સોમવાર

ભાગેડૂ નિરવ મોદીને હવે લંડનમાંથી પણ ભાગી જવા માંગે છે. લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં ચાલી રહેલી સુનવણીમાં પોતાનો પક્ષ નબળો પડતો જોઇ એન્ટિગુઆની નાગરીકતા માટે અરજી કરી હતી પરંતુ ભારતીય એજન્સીએ તેના ઇરાદા નકામ કરી દીધાં.

રિપોર્ટ પ્રમાણે નીરવ મોદીએ હાલમાં જ એન્ટીગુઆની નાગરિકતા માટે અરજી કરી હતી. નીરવ મોદી ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રમના આધારે એન્ટીગુઆની નાગરિકતમાં માંગી હતી. એન્ટીગુઆની સરકારે નીરવ મોદી દ્વારા નાગરિકતા માટેની અરજી મળી તો એન્ટિગુઆના અધિકારીઓએ તેની જાણકારી ભારતીય અધિકારીઓને આપી. જે બાદ ભારતીય એજન્સીના પ્રયાસથી એન્ટીગુઆએ નીરવ મોદીની નાગરિકતાની અરજી ફગાવી છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WFtq8l
via Latest Gujarati News

Post a Comment

0 Comments