બીજેપી એટલે બહુત(બી) જુતિયા(જે) પાર્ટી(પી) મોદીના 'સરાબ' સામે આરએલડીનો જવાબ


નવી દિલ્હી, તા.1 એપ્રિલ, 2019, સોમવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષની સરખામણી સરાબ(શરાબ) સાથે કરી હતી જેને પગલે હવે વિપક્ષે પણ મોદીને ઘેર્યા હતા. આરએલડીના નેતા જયંત ચૌધરીએ ટોણો મારતા કહ્યું હતું કે મારે આ પક્ષ માટે ગાળો નથી બોલવી પણ એટલુ જરુર કહેવા માગીશ કે આ બીજેપી બહુત જુતિયા પાર્ટી છે. 

આગળ બોલતા તેમણે કહ્યું હતું કે હું ખરાબ શબ્દોનો ઉપયોગ નથી કરવા માગતો પણ આ (ભાજપ વાળા) બહુ બહુ બહુ મોટા જુતિયા છે. જુતિયા પાર્ટી છે. જયંત ચૌધરી આરએલડીના વડા અજિતસિંહના પુત્ર છે. સપા, બસપાએ આરએલડીની સાથે પણ ગઠબંધન કર્યું છે. થોડા દિવસ પહેલા મોદીએ ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધતી વેળાએ જણાવ્યુ હતું કે સપાનો સ, આરએલડીનો ર અને બસપાનું બ એટલે કે સરાબ(શરાબ) બહુ જ હાનીકારક હોય છે.

જ્યારે બીજી તરફ અખિલેશ યાદવે ટોણો મારતા કહ્યું હતું કે મોદીજી સરાબ નહીં સાચો શબ્દ શરાબ છે. જ્યારે મોદીના આ નિવેદન અંગે વળતો પ્રહાર કરતા આરએલડીના નેતા જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ તમને શરાબી કહે છે, મહા મિલાવટ કહે છે. મારે મોદી અને ભાજપ માટે ખરાબ શબ્દોનો ઉપયોગ નથી કરવો પણ એટલુ કહેવા માગુ છુ કે આ બહુ બહુ બહુ જ જુતિયા છે. 

થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં ભાજપના એક સાંસદે ભાજપના જ એક ધારાસભ્યને જુતાથી માર માર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ ઘટનાને જ ટાંકીને આરએલડીના નેતા જયંત ચૌધરીએ આ નિવેદન કર્યું હતું અને બીજેપીને બહુત(બી) જુતિયા(જે) પાર્ટી(પી) ગણાવી હતી.

અગાઉ કોંગ્રેસે મોદી અને અમિત શાહના નામનો એક એક અક્ષર કાઢીને નશા શબ્દ બનાવ્યો હતો અને નશાથી દેશને મુક્ત કરવા લોકોને અપીલ કરી હતી. તેથી પક્ષો વચ્ચે શાબ્દીક પ્રહારો જારી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CPJ8X1
via Latest Gujarati News

Post a Comment

0 Comments