LOC પરનો વેપાર બંધ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન ધૂંધવાયું


ઇસ્લામાબાદ, તા.21 એપ્રિલ, 2019, રવિવાર

લાઇન ઓફ કન્ટ્રોલ એટલે કે એલ.ઓ.સી. પરનો બન્ને દેશો વચ્ચે થનારો વેપાર બંધ કરનાવાના ભારતના નિર્ણયતી પાકિસ્તાન ધૂંધવાયું છે અને ભારતના આ નિર્ણયને એકતરફી ગણાવી નારાજગી વ્યક્ત કરી છે. બોર્ડર પર બન્ને દેશો વચ્ચે થનારા વેપારનો ઉપયોગ પાકિસ્તાન નકલી ચલણી નોટ, નાર્કોટિક્સ અને હથિયારો ઘૂસાડવા તેમજ આતંકવાદને પોષવા માટે કરતું હોવાના કારણે ભારતે આ વેપારનો અચોક્કસ મુદત માટે બંધ કર્યો છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે વેપારનો ઉપયોગ નકલી ચલણી નોટો અને નાર્કોટિક્સ ઘૂસાડવા માટે થતો હોવાના ભારતના આક્ષેપો પાયાવિહોણા છે. ભારતનો આ એકતકફી નિર્ણય સંકેત આપે છે કે બન્ને દેશો વચ્ચેની પરિસ્થિતિમાં સુધારો લાવવામાં ભારતે પીછેહઠ કરી છે. તેમાંપ પણ પાકિસ્તાન સાથે ચર્ચા કર્યા વગર લેવાયેલો આ નિર્ણય દુ:ખદ છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનો અભિપ્રાય છે કે આ વેપાર બન્ને દેશો વચ્ચે કોન્ફિડન્સ બિલ્ડીંગ મેસરનો એક મોટો હિસ્સો છે એટલે કે બન્ને દેશો વચ્ચેની તણાવભરી પરિસ્થિતિ દૂર કરવાનો એક મોટો પ્રયાસ છે. ઉપરાંત બન્ને દેશ વચ્ચેના અથાગ અને કઠિન કૂટનીતિક પ્રયાસો બાદ વેપાર શરૃ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પાકિસ્તાન ભારતને વિનંતી કરી છે કે ભારતે એકતરફી નિર્ણયો ન લેવા જોઇએ. અત્યારે બન્ને દેશો રચનાત્મક સંબંધો બને તે જરૃરી છે. જેથી બન્ને દેશો વચ્ચે રહેલી ઘર્ષણની પરિસ્થિતિ સહકારની પરિસ્થિતિમાં તબદીલ થાય. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લના ઉરીના સલામાબાદ અને પૂંચ જીસ્સાના ચક્કાન-દા-બાગ એમ બે સ્થળો પર આવેલી સરહદ પરથી બન્ને દેશો વચ્ચે વેપારકરવામાં આવી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GqgX1R
via Latest Gujarati News

Post a Comment

0 Comments