સન્ડે રાઇડર્સ સાઇકલ ગુ્રપ દ્વારા રવિવારના દિવસે વહેલી સવારે છેલ્લા બે વર્ષોથી યુનિક રાઇડનું આયોજન કરવામાં આવે છે. જેમાં આગામી ૧૯મી મેના રોજ મ્યુઝિક રાઇડનું આયોજન કરાયું છે. મ્યુઝિક રાઇડમાં ગુ્રપના મેમ્બર્સ શહેરથી શેલા સુધી સાઇલીંગ કરશે અને ત્યાં આરામ કરવા સાથે મ્યુઝિકથી મનોરંજન કરશે. આ રાઇડમાં સન્ડે રાઇર્સ સાથે મ્યુઝિક આર્ટિસ્ટ ધનંજય પણ જોડાશે. જેઓ ઓછા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે મ્યુઝિકની મહેફિલ જમાવશે. સન્ડે રાઇડર્સ ગુ્રપની સ્થાપના એપ્રિલ ૨૦૧૭માં હર્ષ બજાજ દ્વારા શહેરમાં સાઇકલીંગને પ્રમોટ કરવા માટે કરાઇ હતી. આજે સન્ડે સાઇકલીંગ દ્વારા ૧૦૦થી વધારે રાઇડ પુર્ણ કરવામાં આવી છે. જેમાં દરેક રાઇડ સાથે યુનિક આઇડીયાથી લોકોને નેચરની વધારે નજીક લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે.
યુનિક કોન્સેપ્ટની રાઇડનું આયોજન કરાય છે
સન્ડે રાઇડર્સ ગુ્રપ દ્વારા રવિવારે લાંબી સાઇકલ રાઇડનું આયોજન કરાય છે, જેમાં અંદાજીત ૩૦ જેટલા રાઇડર્સ જોડાતા હોય છે. દરેક રાઇડને આકર્ષક બનાવા માટે ગુ્રપના સભ્યો દ્વારા પેઇન્ટિગ રાઇડ, ગેમ રાઇડ, નાઇટ રાઇડ, આઇસ ગોલા રાઇડ, ડાન્સ કાર્ડિયો રાઇડ, ટ્રેઝરહંટ રાઇડ, ફોટોગ્રાફી રાઇડ, પબજી પેઇન્ટબોલ રાઇડ જેવી કોન્ટેસ્ટ રાઇડનું આયોજન કરાય છે. સન્ડે ગુ્રપમાં જોડાવા માટે તેના ફેસબુક પેજનો સંપર્ક કરી શકાય છે.
આર્ટ સાથે જોડાયેલી પ્રવૃતિઓ પણ કરાય છે
સન્ડે રાઇડર્સ ગુ્રપની શરૃઆત સાઇકલીંગને પ્રમોટ કરવા માટે અને પ્રદૂષણનો ફેલાવો રોકવા માટે કર્યો હતો. આજે અમારા ગુ્રપમાં ૩૦ જેટલા રેગ્યુલર મેમ્બર્સ છે, જેમાં ઘણા નવા રાઇડર્સ પણ જોડાતા હોય છે. અઠવાડીયાના એક દિવસ લોકો નેચર સાથે જોડાય તેવો પણ એક હેતું છે. અમે માત્ર સાઇલીંગ જ નહીં પરંતુ બીજી પણ આર્ટ સાથે જોડાયેલી પ્રવૃતિઓ કરીએ છીએ. - હર્ષ બજાજ, સન્ડે રાઇર્સ (ફાઉન્ડર)
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JKYWib
via Latest Gujarati News
0 Comments