હેલ્થ ઇશ્યૂ અને હોસ્પિટલોમાં જોવા મળતી લાંબી લાઇનો હવે સર્વ સામાન્ય થઇ ગઇ છે. આપણે બજારમાં ઝેરી દવાઓથી પકવેલા ફળ અને શાકભાજી તેમજ પ્રોસેસ કરેલી વસ્તુઓનો પેટમાં બેફામ મારો ચલાવીએ છીએ ત્યારે થલતેજ વિસ્તાર ખાતે રહેતા ૬૩ વર્ષના ભાવનાબહેને એક નવી કેડી કંડારી છે. ભાવનાબહેન અગાઉ મુંબઇ રહેતા આઠ વર્ષથી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા છે. તેઓએ ૨૫ વર્ષ સુધી કોર્પોટેટ વર્લ્ડમાં કામ કર્યું અને છેલ્લા ૧૨ વર્ષથી ધરમપુર ગામના ટ્રાઇબલ એરિયાના બાળકોના કરિયર કાઉન્સેલિંગનું કાર્ય કરે છે.
સ્વસ્થ રહેવાનો સીધો રસ્તો પેટથી જાય છે તેવું માનતા ભાવનાબહેન પોતાના ઘરના બે હજાર સ્કવેર ફિટ જગ્યામાં ૧૦૦ ટકા કિચન ગાર્ડનિંગ કરે છે અને બધા જ શાકભાજી પોતાના ઘરમાં ઉગાડેલા ખાય છે. આ અંગે વાત કરતા ભાવનાબહેને કહ્યું કે, પહેલેથી જ છોડ મને આકર્ષે છે. મુંબઇમાં જગ્યાના અભાવે હું કિચન ગાર્ડનિંગ ન કરી શકી પરંતુ અહી જગ્યાનો ઉપયોગ કરવો હતો. અત્યારે હું ૧૪-૧૫ પ્રકારના શાક અને ૫-૬ પ્રકારની ભાજી ઘરમાં જ ઉગાડું છું.
શરૃઆતમાં અહીની માટી બરાબર ન હતી તે માટે પહેલા હું માટી બનાવતી અને ત્યારબાદ વર્મીકમ્પોઝ બનાવતા શીખી. આઠ વર્ષમાં ક્યારેય મારા ઘરનો ભીનો કચરો મેં બહાર નથી નાખ્યો. હું તે કચરાને સંગ્રહીને તેને કમ્પોસ્ટ કરી ખાતર બનાવી કિચન ગાર્ડનિંગમાં વાપરું છું, જેના માટે નિયમિત દોઢ કલાક કામ કરું છું. આ માટે ગાર્ડનમાં જઇને અને ફ્રી વર્કશોપ દ્વારા અન્ય લોકોને કુદરતી રીતે જીવવા માટે કહું છું.
૮ વર્ષમાં એકપણ વખત ઇલેક્ટ્રીસિટી બહારથી લીધી નથી
સ્વસ્થ ખોરાક પર ધ્યાન આપવાની સાથે હું એક પર્યાવરણ પ્રેમી છું, હું માનું છું કે કુદરતી રીતે જીવીશું તો લાંબુ જીવી શકીશું તે માટે મે મારા ઘરના ઘાબા ઉપર સોલર પેનલ લગાડી છે જેનાથી ઇલેક્ટ્રીકસીટી જનરેટ થાય છે હું આજ ઇલેક્ટ્રીકસીટીનો ઉપયોગ કરુ છું આઠ વર્ષમાં એક પણ વખત બહારથી ઇલેક્ટ્રીકસીટી લીધી નથી. આ સાથે રેઇન વોટર હારવેસ્ટીંગ સીસ્ટમજ મારા માટે પાણીનો મોટો સ્ત્રોત છે એટલે વરસાદનુ પાણી સંગ્રહી તેને જ ઉપયોગમાં લઉ છું. અત્યારે લોકો પાસે આ માટે સમય નથી પણ આ સમયની નહી લાઇફસ્ટાઇલની વાત છે.
બજારના ફળોને બેકિંગ પાવડરમાં રાખતા ૯૮% પેસ્ટીસાઇડ નીકળી જાય છે
કિચન ગાર્ડનિંગમાં શાકભાજી ઉગાડી શકીએ પરંતુ ફળ બહારથી લાવવા પડે. એ ફળને પકવવા તેમાં દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.તેને માત્ર પાણીથી ધોવા તે સોલ્યુશન નથી તેથી. એક લીટર પાણીમાં બધાજ ફ્રુટ અને શાકભાજી પલાળી તેમાં એક ચમચી બેકિંગ પાવડર નાખી ૨૦ મિનિટ બોળી રાખશો તો તેમાના ૯૮ ટકા પ્રેસ્ટિસાઇડ નીકળી જશે.
જે ખાદ્ય વસ્તુ બગડતી નથી, તે ખાવા લાયક હોતી નથી
અત્યારના ફાસ્ટ લાઇફ જીવતા લોકો એવા ખાદ્ય પદાર્થોની શોધમાં હોય છે જે લાંબા સમય સુધી બગડે નહી. તેલમાં પ્રોસેસ તેલ લાંબો સમય બગડતું નથી તે હેલ્થ માટે ખૂબ નુકસાન કરે છે. કેલરી હેલ્થ માટે બધું જ નથી. પ્રોસેસ કરેલી તમામ વસ્તુઓ નુકસાન કરે છે અને જે વસ્તુ ખાવા લાયક હોય તે બગડવી જ જોઇએ જો તે ન બગડે તો તે ખાવાલાયક હોતી નથી. અત્યારે ખૂબ ભણેલા લોકો પણ બજારમાંથી વસ્તુ ખરીદતા તેના ઇન્ગ્રીડિયન્સ વાંચતા નથી.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jqa44K
via Latest Gujarati News
0 Comments