(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૬
સેન્ટ્રલ ટિચર એલિજિબિલિટી ટેસ્ટ(સીટેટ), ૨૦૧૯માં આર્થિક રીતે નબળા સમુદાયને ૧૦ ટકા અનામત આપવાની અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને સીબીએસઇ પાસે જવાબ માગ્યો છે.
ન્યાયમૂર્તિ ઇન્દિરા બેનર્જી અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બનેલી વેકેશન ખંડપીઠે કેન્દ્ર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન(સીબીએસઇ) ઉપરાંત નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજયુકેશન(એનસીટીઇ)ને પણ નોટીસ ફટકારી તેમને એક જુલાઇના રોજ આગામી સુનાવણી સુધીમાં નોટીસનો જવાબ આપવા જણાવ્યું છે.
સીટેટ, ૨૦૧૯માં ભાગ લેનારા ૬ પરીક્ષાર્થીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ૧૬ જાન્યુઆરીથી આર્થિક રીતે પછાત વર્ગોના ઉમેદવારોને દસ ટકા અનામત આપવાની જાહેરાત કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q78EMM
via Latest Gujarati News
0 Comments