હેલમેટ પહેર્યું હશે તો જ બાઇક સ્ટાર્ટ થશે

જીટીયુ દ્વારા સાલ એન્જિનિયરિંગ એજ્યુકેશન કેમ્પસ ખાતે સ્ટુડન્ટસની સ્કિલને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ ફેરનું આયોજન કરાયું હતું. આ પ્રોજેક્ટ ફેરમાં અલગ- અલગ ૧૯૦થી વધુ પ્રોજેક્ટ ડિસપ્લે કરવામાં આવ્યા હતા, જેમાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટસ દ્વારા વિવિધ સામાજિક સમસ્યાઓના સમાધાનને લગતા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા વર્ષમાં સ્ટડી કરતા સ્ટુડન્ટસની ટીમ દ્વારા વિવિધ કૌશલ્યનો ઉપયોગ કરીને વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને 'પેલ્ટીયર એર કન્ડિશન' પ્રોજેક્ટને પ્રથમ જ્યારે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે હેતુ સાથે 'હેલ્મેટ અવેરનેસ સિસ્ટમ' બનાવવામાં આવી હતી જેને બીજો શ્રેષ્ઠ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરીને વિજેતા બન્યા હતા. 

એર કંડિશનમાં હાઇડ્રો ક્લોરો કાર્બનના વપરાશને લીધે ગ્લોબલ વોર્મિંગની સાથે ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ૧૦ એમ્પિયર અને ૧૨ વૉલ્ટની મદદથી ચાલી શકે તેવું ઇકોફ્રેન્ડલી પેલ્ટીયર એર કંડિશનથી મોડયુલ તૈયાર કર્યું છે. આ એર કંડિશન નાનકડી ઓરડીમાં રાખવામાં આવે તો બહારની ગરમી કરતા ૫થી ૭ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોઇ શકાય છે. આ એર કંડિશન મોડયુલ સંપૂર્ણ ઇકોફ્રેન્ડલી હોવાથી પર્યાવરણને નુકસાન કરતું નથી. આ મોડયુલ હીટસિંગ, ડીસી ફેનથી બનેલું છે અને તે ડીસી પાવરથી ચાલે છે. આ મોડયુલમાં કોઇપણ રેફ્રિજરેંટનો ઉપયોગ થતો નથી અને તે ૬૦૦થી ૭૦૦ ગ્રામ વજન ધરાવે છે. આ એર કંડિશન મોડયુલ લૉ- વેઇટ ધરાવે છે તેમજ વધારાના કોઇ મુંવીગ પાર્ટ્સ હોતા નથી. આ એરકંડિશન નજીવી કિંમતથી બનેલું છે.- મૌલિક ધડુક, નિર્ભય પાનસેરીયા, પ્રતિક કાલરીયા, વિરાગ મોનપરા, મિકેનિકલ સ્ટુડન્ટસ

વાહન ચલાવતા સમયે લોકો હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે અને તેના લીધે અકસ્માતના સમયે હેલમેટ ન પહેર્યો હોવાથી ગંભીર ઇજાઓ થાય તેમજ વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. આવા સંજોગોમાં હેલમેટ પહેરે તો જ બાઇક સ્ટાર્ટ થાય તેવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં હેલમેટ અને બાઇક એક સર્કિટ સાથે જોડાયલી હોય છે. વ્યક્તિ હેલમેટ પહેરીને બેસે તો ઇગ્રીશન સિસ્ટમ ચાલુ થાય અને બાઇક સ્ટાર્ટ થાય છે. પ્રોજ્કટમાં એલઇડી લાઇટ બાઇક પર બેસેલ વ્યક્તિને ઇગ્રીશનથી જાણકારી આપે છે અને જો હેલમેટ નિકાળી નાખે તો ઇગ્રીશન સિસ્ટમ ચાલી શકે નહી. જેનાથી દરેક વ્યક્તિ ફરજિયાત હેલમેટ પહેરે તો જ બાઇક સ્ટાર્ટ થાય જેનાથી અકસ્માતમાં વ્યકિતને ઓછી ઇજા થવાની સંભાવના રહે છે અને લોકામાં ટ્રાફિકના નિયમોની અવેરનેસ થાય છે. - નીલ પટેલ, મલિન્દ્ર દરજી, અમરગીરી ગોસ્વામી, મિકેનિકલ સ્ટુડન્ટસ



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JoBNTm
via Latest Gujarati News

Post a Comment

0 Comments