નવી દિલ્હી,તા 29 મે 2019, બુધવાર
લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપના હાથે આમ આદમી પાર્ટીને મળેલી કારમી હાર બાદ મુખ્યમંત્રી કેજરીવાલે ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસો શરુ કર્યા છે.
જેના ભાગરુપે કેજરીવાલની સરકારે દિલ્હીમાં કેન્દ્રની મોદી સરકારના જનરલ કેટેગરીમાં 10 ટકા અનામતના નિર્ણયને લાગુ કરવાનુ નક્કી કર્યુ છે. આ નિયમનો અમલ સરકારી નોકરીઓ આપવામાં થશે. મંગળવારે સરકારે આદેશ બહાર પાડી દીધો હતો.
કેજરીવાલ સરકારે આદેશમાં કહ્યુ છે કે, ફેબ્રુઆરી 2019 કે તે પછી દિલ્હી સરકારમાં જેટલી પણ ખાલી જગ્યાઓ પર ભરતી થવાની છે તેમાં આર્થિક આધાર પર જનરલ કેટેગરીમાં 10 ટકા બેઠકો અનામત રખાશે.
મોદી સરકારે જ્યારે આ નિર્ણય લીધો ત્યારે કેજરીવાલ સરકારે તેનો અમલ કરવાની ના પાડી દીધી હતી પણ હવે દિલ્હીની લોકસભાની સાતે બેઠકો ગુમાવ્યા બાદ કેજરીવાલને લાગ્યુ છે કે, 2020માં થનારી વિધાનસભા ચૂંટણી માટે ડેમેજ કન્ટ્રોલ કરવુ જરુરી છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JHcJXT
via Latest Gujarati News
0 Comments