કલકત્તા, તા 29 મે 2019, બુધવાર
પશ્ચિમ બંગાળમાંથી ટીએમસીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીતનાર બે ખૂબસુરત એક્ટ્રેસ મિમી ચક્રવર્તી અને નુસરત જહાં અચાનક જ લાઈમ લાઈટમાં આવી ગઈ છે.
નવી લોકસભાની કદાચ સૌથી ખૂબસૂરત આ બે સાંસદોએ જોકે ગઈકાલે લોકસભા બહાર જે રીતે તસવીરો ખેંચાવી હતી તેના કારણે સોશ્યલ મીડિયા પર ટ્રોલ પણ થઈ હતી.
જોકે તેમણે આ બાબતનો પણ જવાબ આપ્યો છે. એક ચેનલ સાથેની વાતચીતમાં નુસરત જહાંએ કહ્યુ હતુ કે, લોકો પસંદ કરતા હોય છે એટલે જ ટ્રોલ કરે છે. મારા પર તેઓ પોતાનો ટાઈમ આપે છે તે સારુ લાગે છે.
નુસરતની વય માત્ર 29 વર્ષની છે. તેણે કહ્યુ હતુ કે, અમને ખબર હતી કે, જે રીતે અમે મહેનત કરી હતી તે જોતા લાગતુ હતુ કે, લોકો અમને જીતાડશે. પ્રચાર કરતી વખતે એ પણ ખબર નહોતી કે ઘરે ક્યારે જવાનુ છે અને ક્યારે જમવાનુ છે, હિરોઈન હોવાનુ ભુલીને અમે પ્રચાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સંસદ ભવન સામે બંને એક્ટ્રેસે ફિલ્મી સ્ટાઈલમાં પોઝ આપીને ખેંચાવેલી તસવીરો જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સે તેમની ટીકા કરી હતી. કેટલાકે કહ્યુ હતુ કે, સંસદની ગરિમા જાળવવાનુ આ એક્ટ્રેસે શીખવુ જોઈએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Miy5g4
via Latest Gujarati News
0 Comments