વોશિંગ્ટન, તા 29 મે 2019, બુઘવાર
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના સીઈઓ જેફ બેઝોસનીપૂર્વ પત્ની મેકેન્ઝીએ પોતાની અડધો અડધ સંપત્તિ દાનમાં આપી દેવાનુ નક્કી કર્યુ છે.
મેકેન્ઝી પોતાની 18.45 અબજ ડોલરની એટલે કે 1.29 લાખ કરોડ રુપિયાની સંપત્તિ દાનમાં આપી દેશે. મેકેન્ઝીને ગિવિંગ પ્લી અભિયાનમાંથી સંપત્તિ દાન કરવાની પ્રેરણા મળી છે. જેની શરુઆત વોરન બફેટ, બીલ ગેટ્સ અને તેમના પત્ની મિલિન્ડા ગેટ્સે કરી છે. આ અભિયાનમાં ભારતમાંથી જોડાયેલા ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી છે.
મેકેન્ઝીને બેઝોસ સાથે છૂટાછેડા લીધા બાદ જે સંપત્તિ મળી છે તેના કારણે તે દુનિયાની ચોથા નંબરની સૌથી ધનિક મહિલા બની ગઈ છે. મેકેન્ઝી પાસે એમેઝોનના ચાર ટકા શેર છે. જેની કિંમત 36.9 અબજ ડોલર એટલે કે 2.58 લાખ કરોડ રુપિયા છે.
મેકેન્ઝીનુ કહેવુ છે કે, સમાજસેવા માટે મારો દ્રષ્ટિકોણ પહેલેથી જ વિચારશીલ રહ્યો છે. હવે સમાજસેવા માટે સમય કાઢીશ અને પ્રયાસ કરતી રહીશ.આ માટે મારે રાહ જોવાનુ જરુરી નથી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JLy6Y6
via Latest Gujarati News
0 Comments