પોલીસે દંડ ભરવા કહ્યુ તો બતાવ્યુ પીએમ ઓફિસનુ આઈ કાર્ડ

મુંબઈ, તા 29 મે 2019, બુધવાર

દેશમાં જાત જાતના બોગસ આઈ કાર્ડના નામે રુઆબ છાંટનારાઓનો તોટો નથી પણ એક કિસ્સામાં તો બોગસ આઈ કાર્ડ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

બન્યુ એમ હતુ કે મુંબઈમાં 15 મેના રોજ સાકીનાકા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ મનોહર ભૂસરેએ નો પાર્કિંગમાં મુકાયેલા ટુ વ્હીલર ઉઠાવી લેવડાયા હતા. આ દરમિયાન ભીમબહાદુરસિંહ 

નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તેણે એક આઈ કાર્ડ પોલીસને બતાવ્યુ હતુ. જેના પર એન્ટી કરપ્શન લખ્યુ હતુ.

જોકે ટ્રાફિક પોલીસ મનોહર ભૂસરેએ નો પાર્કિંગ બદલ દંડ ભરાવવાનો આગ્રહ રાખવો પડશે. ભીમબહાદુરે દંડ તો ભરી દીધો હતો પણ સાંજે તે ઉપરી અધિકારી અને પીઆઈ સંકપાલને 

મળીને કહ્યુ હતુ કે, મારે ભૂસરે સામે ફરિયાદ કરવી છે. આ દરમિયાન તેણે પોતે પોલીસ વિભાગ સાથે સંકળાયેલો હોવાનુ કહ્યુ હતુ. એ પછી સંકપાલે આઈ કાર્ડ બતાવવા માટે કહ્યુ હતુ. આ 

આઈ કાર્ડ ક્યાંથી મળ્યુ તેવા પ્રશ્નના જવાબમાં ભીમબહાદુરે કહ્યુ હતુ કે, પીએમ ઓફિસમાથી કાર્ડ ઈસ્યૂ થયુ છે. કાર્ડની પાછળ એવુ લખ્યુ પણ હતુ. જેના પગલે પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે, આ કાર્ડ બોગસ છે.

હવે પોલીસ તપાસ કરી રહી છે કે, આ બોગસ કાર્ડ લઈને ભીમબહાદુરે કયા પ્રકારના ખેલ કર્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WsOe6t
via Latest Gujarati News

Post a Comment

0 Comments