લોસ એંજલ્સ મુંબઇ તા.29 મે 2019 બુધવાર
હોલિવૂડના મોખરાના અભિનેતા ક્રીસ હેમ્સવર્થે કહ્યું હતું કે મારે મેન ઇન બ્લેકની લેગસી જાળવી રાખવી છે. આ એક સરસ ફિલ્મ હતી જે દુનિયાભરના લોકોને ગમી હતી.
મેન ઇન બ્લેકની પહેલી કડી ૧૯૯૭માં આવી હતી જેમાં વીલ સ્મિથ અને ટોમી લી જોન્સ ચમક્યા હતા. આ ફિલ્મ હિટ નીવડી હતી અને એને આમ દર્શકો ઉપરાંત સમીક્ષકોએ પણ બિરદાવી હતી. એમાં મનોરંજનનો તમામ મસાલો હાજર હતો.
હાલ એની સિક્વલ મેન ઇન બ્લેકઃ ઇન્ટરનેશનલ નામે તૈયાર થઇ રહી છે. એક ઇવેન્ટમાં હાજર રહેલા ક્રીસ હેમ્સવર્થે કહ્યું કે આ ફિલ્મની લેગસી જાળવવાનું મને ગમશે. આ એક સરસ ફ્રેન્ચાઇઝી હતી અને એ આગળ વધે એ આપણા સૌની સહિયારી જવાબદારી છે.
મેન ઇન બ્લેકઃ ઇન્ટરનેશનલમાં મૂળ ટ્રિલોજીને આગળ વધારવાની એના સર્જકોની યોજના છે. વીલ સ્મિથ અને ટોમીના સ્થાને હવે ક્રીસ હેમ્સવર્થ અને ટેસ્સા થોમ્પસન આ ભૂમિકા ભજવવાના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YYE63d
via Latest Gujarati News
0 Comments