લંડન / મુંબઇ તા.29 મે 2019 બુધવાર
ઇન્ટરનેશનલ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ લંડનમાં ટૂંકા વેકેશન પર છે. એણે પોતાના ભાઇને યાદ કરીને સોશ્યલ મિડિયા પર લખ્યું, આય મિસ યુ સિદ્ધાર્થ..
યુનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર એવી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં ઇથિયોપિયાના ગરીબ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાંની મહિલાઓ તથા બાળકોની સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી. એણે એક બિનગોરી યુવતી સાથેનો ફોટોગ્રાફ પણ સોશ્યલ મિડિયા પર શૅર કર્યો હતો. બંને ખુશમિજાજ હોય એવાં જણાતા હતા.
છેલ્લા થોડા સમયથી પ્રિયંકા પારિવારિક સંબંધોમાં વ્યસ્ત હતી. એણે સોનાલી બોઝની ધ સ્કાય ઇઝ પિન્ક ફિલ્મ પૂરી કરી હતી અને હવે એ એક કોમેડી ફિલ્મ કરવાની છે એવી માહિતી મલી હતી.
તાજેતરમાં એણે અમેરિકી સિંગર નીક જોનસ સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ એ સતત વિદેશમાં પોતાના સાસરિયા સાથે રહેતી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xgiuic
via Latest Gujarati News
0 Comments