ભોપાલ, તા 29 મે 2019, બુધવાર
ભોપાલ બેઠક પરથી કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહને જંગી સરસાઈથી હરાવનાર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યુ છે કે, સાંસદ તરીકે મળનારુ વેતન હું જરુરિયામંદો માટે દાન કરી દઈશ.
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી સાધ્વી પ્રજ્ઞાને ભોપાલની જનતાએ જંગી બહુમતિથી જીતાડી છે ત્યારે સાધ્વી પ્રજ્ઞાએ સાવરકર જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, હું સાંસદ બન્યા પછી પણ એવી રીતે જ જીવીશ, જે રીતે પહેલેથી જીવતી આવી છું.
સાધ્વીએ કહ્યુ હતુ કે, હું ભીક્ષામાં મળેલુ ભોજન અને કપડા જ પહેરતી આવી છું અને આગળ પણ આ જ રીતે જીવન વિતાવવાની છું.
સાધ્વી પ્રજ્ઞાએ એક પ્રશ્નના જવાબમાં કહ્યુ હતુ કે, નાગરિકોને સૈન્ય પ્રશિક્ષણ આપવાના પ્રસ્તાવને સમર્થન આપવા હું તૈયાર છું અને વસતી નિયંત્રણ પરના કાયદાની વાત છે ત્યાં સુધી તે અંગે બંધારણમાં જે પણ જોગવાઈ છે તે પ્રમાણે નિર્ણય લેવાશે.
સાધ્વીએ પોતાના જેલવાસ અંગે કહ્યુ હતુ કે, મને જે યાતનાઓ મળી છે તે દેશ માટે કુરબાન થયેલા વીરો કરતા ઓછી છે. જેલમાં હંમેશા હું એક ગીત યાદ કરતી હતી કે, દુનિયામાં કિતના ગમ હૈ, ઔર મેરા ગમ કિતના કમ હૈ..
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K9K2lD
via Latest Gujarati News
0 Comments