નવી દિલ્હી, તા 29 મે 2019, બુધવાર
દિલ્હીના ઈન્ટરનેશન એરપોર્ટ પરની એક કચરાપેટીમાં જોવા મળેલા શંકાસ્પદ પેકેટના કારણે હડકંપ મચી ગયો હતો.
એ બાદ કચરાપેટીના પેકેટની બોમ્બ સ્કવોડ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ પેકેટમાંથી સિગારેટના ચાર ખોખા નિકળ્યા હતા. ચાર ખોખાને ખોલવામાં આવતા તેમાંથી સોનાના બિસ્કીટ નિકળ્યા હતા. લગભગ એક કિલો સોનાના બિસ્કિટની કિંમત 31 લાખ રૂપિયા થવા જતી હતી.
આટલુ સોનુ કચરાપેટીમાં કોણ નાંખી ગયુ તેની તપાસ કરવા માટે કસ્ટમ અધિકારીઓ અને સીઆઈએસએફ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.
એવી આશંકા છે કે, પકડાઈ જવાના ડરથી છેલ્લી ઘડીએ કોઈએ બિસ્કિટના પેકેટ કચરાપેટીમાં નાંખી દીધા હશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EGoUjp
via Latest Gujarati News
0 Comments