જોધપુરમાં બે વાહનો વચ્ચે ગોઝારા અકસ્માતમાં 12ના મોત


બેનુ માથુ ધડથી અલગ થઇ ગયું 

જોધપુર, તા. 28 મે, 2019, મંગળવાર

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં બે વાહનો વચ્ચે મોટો અકસ્માત થયો હતો, જેને પગલે ૧૨ લોકોના મોત નિપજ્યા હતા. આ ગોઝારો અકસ્માત અગોલાઇમાં બન્યો હતો, માર્યા ગયેલામાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બે લોકોના માથા ધડથી અલગ થઇને દુર સુધી ફેકાયા હતા.

૧૦ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. એક વાહનમાં સવાર લોકો લગ્નમાં જઇ રહ્યા હતા. ૧૨ના મોત થયા છે જ્યારે અન્ય ચાર ઘવાયેલાની સારવાર ચાલી રહી છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે આ અંગે ભારે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને માર્યા ગયેલા તેમજ ઘવાયેલાને સહાયની જાહેરાત કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XfAZDq
via Latest Gujarati News

Post a Comment

0 Comments