રાજસ્થાનમાં નવ મહિનાની બાળકી પર બળાત્કાર કરનાર સગીરની ધરપકડ


જયપુર, તા. 28 મે, 2019, મંગળવાર

રાજસ્થાનના કરૌલી જિલ્લમાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર પંદર વર્ષના એક તરૂણની આજે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે  બાળકીની સારવાર અપાઇ રહી છે. તેના ખાનગી ભાગમાં ઇજા થઇ હતી. મુખ્ય તબીબ ડો. મનો નારાયણ મીણાએ કહ્યું હતું કે નવ મહિનાની બાળકીને મધ્ય રાત્રે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

'પહેલી દ્રષ્ટીએ લાગે છે કે આ યોન શોષણનો કેસ છે, એટલા માટે જ અમે પોલીસને કહ્યું હતું કે તેમને જાણ કરો. જો કે બાળકીની તબીયત સારી હતી. એફઆઇઆર મુજબ, બાળકીની માતા રસોઇ કરી રહી હતી ત્યારે સાસુને તેની દેખરેખ રાખવા કહ્યું હતું. પરંતુ એટલામાં પાડોશમાંથી આ તરૂણ આવ્યો હતો અને તેને લઇ ગયો હતો. તે પાછો આવ્યો ત્યારે બાળકી લોહીલુહાણ થઇ ગઇ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EQ9jxZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments