પુડ્ડુચેરીમાં કેવી રીતે કામ કરવું તેની મુંઝવણ છે: કિરણ બેદીની સુપ્રીમમાં અરજી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર

કેન્દ્ર શાસીત પ્રદેશ પુડ્ડુચેરીમાં વહીવટ પર નિયંત્રણના મુદ્દે મદ્રાસ હાઇકોર્ટના ઓર્ડરના કારણે નોકરશાહીમાં મુંઝવણ પ્રવર્તતી હોવાનું લેફ. ગવર્નર કિરણ બેદીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું. કેન્દ્ર શાસીત પ્રદેશની ચૂંટાયેલી સરકારના દરરોજના કામકાજમાં યુટીના ઉપ-રાજ્યપાલ દખલગીરી ના કરી શકે એવા મદ્રાસ હાઇકોર્ટના ઓર્ડરને  બેદીએ પડકાર્યો હતો.ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેંચે કેસની વધુ સુનાવણી આવતા સપ્તાહે રાખી છે.

બેદી વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે બેંચને કહ્યું હતું કે 'મદ્રાસ હાઇકોર્ટના ઓર્ડરના કારણે  યુટીમાં નાકરશાહીમાં કામ કરવા અંગે મુંઝવણ પ્રવર્તે છે'. દસમેના રોજ, સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને બેદીની અરજી પર કોંગ્રેસના ધારાસભ્ય કે. લક્ષ્મીનારાણય તરફથી જવાબ માગ્યો હતો જેની અરજી પર હાઇકોર્ટે ઉપરોક્ત ઓર્ડર પાસ કર્યો હતો.

કેન્દ્ર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેંચને કહ્યું હતું કે  હાઇકોર્ટના ઓર્ડર પર સ્ટે આપવો જોઇએ કારણ કે એના કારણે સરકારી કામકાજ ઠપ થઇ ગયું છે.વહીવટદારની સત્તામાં વધારો કરવાના કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા જૂન ૨૦૧૭ના અને જાન્યુયારીના બે ઓર્ડરોને હાઇકોર્ટે રદ કર્યા હતા.

દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારના નિમેલા ઉપ રાજ્યપાલ વચ્ચેની ટસલમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદોનો ઉલ્લેખ કરીને હાઇકોર્ટે કહ્યું હતું કે  દિલ્હી સરકાર પર લાદવામાં આવેલા પ્રતિબંધો પુડ્ડુચેરી સરકારમાં લાગુ કરી શકાય નહીં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HHtOyn
via Latest Gujarati News

Post a Comment

0 Comments