
એવરેસ્ટ પર થતા મૃત્યુનું સૌથી મોટુ કારણ હિમસ્ખલન
નવી દિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર
દુનિયાના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન દુનિયાભરના ઘણા લોક જુવે છે અને પુરુ કરવા માટેના પ્રયાસો પણ કરે છે. પરંતુ એવરેસ્ટની ચડાઇ ઘણી ખતરનીક સાબિત થઇ છે. પાછલા ૧૦ દિવસની અંદર એવરેસ્ટ ચડવાના પ્રયાસમાં ૧૧થી વધુ પર્વતારોહીઓના મોત થયા છે.
૧૯૫૪માં સૌપ્રથમ એડમંડ હિલેરી અને તેમજીંગ નોર્ગેએ પ્રથમ વખત એવરેસ્ટ સર કર્યો હતો. ત્યારબાદથી લઇને અત્યાર સુધીમાં ૩૦૮થી પણ પર્વતારોહીઓના મોત થઇ ચુક્યા છે. ૨૯૦૦૦ ફૂટ ઉંચા આ પર્વત પર સૌથી વધુ મોત ૨૬૦૦૦ ફૂટની ઉંચાઇ પછી થાય છે. આ વિસ્તારને ડેથ ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. એવરેસ્ટ પર પડેલી આ ૩૦૦થી વધુ લાશો પર્વતારોહીઓને રસ્તો બતાવવાનું કામ કરે છે.
એવરેસ્ટ પર મરનારા પર્વતારોહીઓની લાશો પાછી લાવવી ખુબ મુશ્કેલીભર્યુ હોવાથી તેને ત્યાં જ છોડવી પડે છે. આ લાશો નવા પર્વતારોહીઓ માટે માઇલસ્ટોન તરીકે કામ કરે છે. એવરેસ્ટ પડ પાછલા ૯૮ વર્ષોથી પડેલી આ લાશો સડતી નથી, કેમકે ત્યાંનુ તાપમાન ખુબ નીચુ છે.
એવરેસ્ટ પરનું તાપમાન -૧૬ ડિગ્રીથી -૪૦ ડિગ્રી રહે છએ. જેથી આ લાશોને કંઇ થતું નથી. અત્યારસુધીમાં ભારતના પણ ૧૯ જેટલા પર્વતારોહીઓ એવરેસ્ટ પર મૃત્યુ પામ્યા છે. એવરેસ્ટ પર થતા મૃત્યુનું સૌથી મોટુ કારણ હિમસ્ખલન છે. હિમસ્ખલનના વીધે અત્યાર સુધીમા ૬૮ લોકો મોતને ભેટયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YTNswR
via Latest Gujarati News
0 Comments