મુંબઈ, તા. 29 મે 2019, બુધવાર
અમેઠીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવનાર ભારતીય જનતા પાર્ટીના સાંસદ સ્મૃતી ઈરાનીએ આજે ૧૪ કિલોમીટર ચંપલ વગર ચાલતા જઈને દાદરના સિધ્ધિવિનાયક મંદિરમાં દુંદાળા દેવના દર્શન કર્યા. એકતા કપૂર પણ એમની સાથે હતા. એકતા કપૂરએ આ સંદર્ભનો એક વીડિયો વાઈરલ કર્યો છે.
એ સાથે સિધ્ધિવિનાયક દર્શનના ફોટા પણ સોશિયલ મિડિયામાં પોસ્ટ કર્યા છે. દર્શન કરીને કારમાંથી જતા સમયનો વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર નાંખવામાં આવ્યો છે. આ વીડિયોમાં અમારી માનતા પૂર્ણ થઈ હોવાનું પણ કહેવામાં આવતા દાખવવામાં આવ્યું છે. બીજા વીડિયોમાં સ્મૃતી ઈરાણી પગપાળા ચંપલ વગર ચાલતા જતા હોવાનો પણ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે અને પગપાળા ચાલતા સ્મૃતિ ઈરાણી પ્રત્યે એકતા કપૂરએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
મારો વિશ્વાસ જ બેસતો નથી કે સ્મૃતી ઈરાણી પગપાળા ચંપલ વગર ૧૪ કિલોમીટરનું લાંબો રસ્તો ચાલીને પૂર્ણ કર્યો હોય, એવું પણ એકતા કપૂરએ સોશિયલ મીડિયામાં આ વીડિયો શેઅર કરતા કહ્યું છે. મારી મનોકામના પૂર્ણ થઈ એટલે હું સિધ્ધિ વિનાયકના ચરણે આવી, એવી પ્રતિક્રિયા સ્મૃતિ ઈરાણીએ વ્યક્ત કરી છે. સ્મૃતિ ઈરાણીએ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતા મતવિસ્તાર અમેઠીને ભાજપ પાસે ખેંચીને લાવવામાં આવ્યો.
સ્મૃતી ઈરાણીએ રાહુલ ગાંધીને હરાવીને આ ગઢ મેળવ્યો છે. જે અમેઠીને લોકો ગાંધી પરિવારના નામથી ઓળખતા હતા એ અમેઠીને. અમેઠીની દીદી તરીકે સ્મૃતી ઈરાણીએ નવી ઓળખાણ આપી છે. સ્મૃતી ઈરાણીની આ જીત ફિલ્મની સ્ટોરીની જેમ એવી જ છે અને આ કરિશ્મા સ્મૃતી ઈરાણીએ માત્ર પાંચ વર્ષમાં કરી બતાવ્યો જેની ૧૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટી રાહ જોઈ રહી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MhEacS
via Latest Gujarati News
0 Comments