15 વર્ષ બાદ JDUની વાપસી, વાજપેયી સરકારમાં શરદ, જ્યોર્જ અને નીતીશ મંત્રી હતા

નવી દિલ્હી, તા. 30 મે 2019 ગુરુવાર

આજે નરેન્દ્ર મોદીના શપથગ્રહણની સાથે ભાજપના સહયોગી જનતાદળ યુનાઈટેડને કેન્દ્રીય કેબિનેટમાં 15 વર્ષ બાદ સ્થાન મળ્યુ છે. અગાઉ કેન્દ્રની અટલ બિહારી વાજપેયી સરકારમાં જેડીયુના નેતા મંત્રી હતા. ત્યારે જ્યોર્જ ફર્નાંડિસ, શરદ યાદવ અને નીતીશ કુમાર કેન્દ્ર સરકારમાં મંત્રી હતા.

2004માં યુપીએ સરકાર બન્યાના 1 વર્ષ બાદ નીતીશ કુમાર બિહારમાં સીએમ બન્યા. શરદ યાદવ લાંબા સમય સુધી એનડીએના સંયોજક રહ્યા અને સમાજવાદના નેતારહ્યા. જ્યોર્જ ફર્નાંડિસનું જાન્યુઆરી 2019માં લાંબી બીમારી બાદ દેહાંત થયુ.

જનતા દળ યુનાઈટેડના નિર્માણનો પાયો 1999ની સામાન્ય ચૂંટણી પહેલા જ નાંખી દેવાયો હતો જ્યારે કર્ણાટકના સીએમ જેએચ પટેલે એનડીએને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો. પટેલ જનતા દળના નેતા હતા અને તેમના આ નિર્ણયના કારણે પાર્ટીમાં વિભેદ પેદા થયો. પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગોડાએબાદમાં જનતા દળથી અલગ થઈને જનતા દળ સેક્યુલરનું નિર્માણ કર્યુ હતુ. 

કેમ કે દેવેગોડા બંને મોટી રાજકીય પાર્ટીઓ, કોંગ્રેસ અને ભાજપથી અલગ રહેવા ઈચ્છતા હતા. જનતા દળના નેતા શરદ યાદવ થયા. બાદમાં 2003માં શરદ યાદવની અધ્યક્ષતાવાળા જનતા દળ, જ્યોર્જ ફર્નાંડિસ અને નીતીશ કુમારની અધ્યક્ષાવાળી સમતા પાર્ટી અને લોકશક્તિ પાર્ટીનો એક સાથે વિલય થયો અને જેડીયુ અસ્તિત્વમાં આવી.

અટલ બિહારી કેબિનેટ જ્યોર્જ ફર્નાંડિસ, નીતીશ કુમાર અને શરદ યાદવને મોટા મંત્રાલય આપવામાં આવ્યા હતા. જ્યોર્જને રક્ષા અને નીતીશ કુમારને રેલ્વે મંત્રી બનાવાયા હતા. આ ત્રણેય નેતાઓની વાજપેયી કેબિનેટમાં મહત્વની ભૂમિકા હતી તેમજ મહત્વના પરિવર્તનમાં ત્રણેયે યોગદાન આપ્યુ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WxygIr
via Latest Gujarati News

Post a Comment

0 Comments