વર્લ્ડકપઃ માસ્ટર બ્લાસ્ટર સચિન પહેલી વખત કોમેન્ટરી બોક્સમાં નજરે પડશે

નવી દિલ્હી, તા.30 મે 2019, ગુરૂવાર

મેદાન પર રનોનો વરસાદ કરનાર ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર આજથી ઈંગ્લેન્ડમાં શરુ થનારા ક્રિકેટ વર્લ્ડકપમાં કોમેન્ટેટર તરીકેની ઈનિંગનો પ્રારંભ કરવા માટે જઈ રહ્યો છે.

સચિન આજે રમાનારી ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની વર્લ્ડકપની પહેલી મેચમાં કોમેન્ટરી કરતો નજરે પડશે.

ક્રિકેટમાંથી નિવૃત્ત થનારા મોટાભાગના ખેલાડીઓ કોમેન્ટરી બોક્સમાં નજરે પડતા હોય છે પણ 6 વર્ષ પહેલા રિટાયર થનારા સચિને હજી સુધી આ ક્ષેત્રમાં પોતાનો હાથ અજમાવ્યો નથી. જોકે આજે પહેલી વખત ક્રિકેટ ચાહકોને સચિનનો અવાજ કોમેન્ટરી બોક્સમાંથી સાંભળવા મળશે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WeM9M6
via Latest Gujarati News

Post a Comment

0 Comments