આતંકી બુરહાનના ગામમાં ઝીરો વોટિંગ,પુલવામા હુમલાખોરના ગામમાં 15 મત પડ્યા

નવી દિલ્હી, તા. 7. મે, 2019 મંગળવાર

લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કમાં આતંકવાદથી પ્રભાવિત વિસ્તારમાં સાવ ઓછુ મતદાન થયુ હતુ.

અનંતનાગ લોકસભા બેઠક હેઠળ આવતા શોપિયા અને પુલવામા જિલ્લામાં માત્ર 2.81 ટકા વોટિંગ થયુ હતુ.જમ્મુ કાશ્મીરના ઈતિહાસમાં આ સૌથી ઓછુ વોટિંગ છે.

ત્રણ વર્ષ પહેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બુરહાન વાનીના ગામમાં એક પણ વ્યક્તિએ મતદાન કર્યુ નહોતુ.જ્યારે ફેબ્રુઆરીમાં પુલવામા એટેક કરનાર આત્મઘાતી આતંકી આદિલ અહેમદ દારના ગામમાં માત્ર 15 મત પડ્યા હતા.

દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદથી પ્રભાવિત બીજા ગામોમાં પણ મતદાન થયુ નહોતુ.તેની સામે લદ્દાખમાં 63 ટકા મતદાન થયુ હતુ.

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સારુ એવુ મતદાન થયા બાદ બીજા તબક્કાઓમાં મતદાન ઘટ્યુ છે.પહેલા તબક્કામાં બારામુલામાં 35 ટકા અને મધ્ય કાશ્મીર માટે શ્રીનગરમાં 14 ટકા વોટિંગ થયુ હતુ.

જોકે આતંકવાદના કેન્દ્ર મનાતા શોપિયા અને પુલવામામાં એમ પણ ઓછા મતદાનની જ સંભાવના હતી.સોમવારે મતદાન દરમિયાન ત્રણ પોલિંગ બૂથ પર ગ્રેનેડ એટેક પણ થયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JuOmf9
via Latest Gujarati News

Post a Comment

0 Comments