નવી દિલ્હી, તા. 7. મે, 2019 મંગળવાર
સાધન સંપન્ન ભારતીયોમાં હવે વિદેશ યાત્રાઓનુ આકર્ષણ વધી રહ્યુ છે તેવુ આંકડા કહી રહ્યા છે.એક અંદાજ પ્રમાણે રોજ 71000 ભારતીયો વિદેશ પ્રવાસ જઈ રહ્યા છે.
ભારતની જીડીપીમાં ટુરિઝમની હિસ્સેદારી લગભગ 10 ટકા છે.આ આંકડા યુરોપ અને બીજા વિકસીત દેશો જેવા જ છે.2015માં બે કરોડ ભારતીયોએ વિદેશ યાત્રા કરી હતી.આ આંકડો 2018માં વધીને 2.6 કરોડ પર પહોંચ્યો છે.
ભારતીયોનો રેલ યાત્રાની સરખામણીએ હવાઈ યાત્રા પરનો ખર્ચ આઠ ગણો વધ્યો છે.તેની સાથે સાથે હવાઈ યાત્રા કરનારા મુસાફરો ટ્રેન યાત્રાની સરખામણીએ આઠ ગણા વધ્યા છે.
ચાર વર્ષમાં ભારતમાં 10 નવા એરપોર્ટ ખુલ્યા છે.એરલાઈન સેક્ટરમાં સૌથી વધુ ગ્રોથ કરનારા દેશોમાં ભારત પણ છે.બીજી તરફ હવાઈ યાત્રાના ખર્ચમાં પણ 2-17-18ના વર્ષમાં 18 ટકા ઘટાડો થયો હતો.
બેન એન્ડ અને ગૂગલે કરેલા અભ્યાસમાં અન્ય એક તારણ એવુ પણ છે કે, ભારતીયો ફરવા જાય ત્યારે અડધો ખર્ચ શોપિંગ માટે કરે છે.32 ટકા ખર્ચ ભોજન અને 20 ટકા ખર્ચ મનોરંજન માટે કરે છે.
2018માં ભારતીયોએ ફરવા માટે 6.58 લાખ કરોડ રુપિયા ખર્ચ્યા હતા.જીડીપીમાં ટુરિઝમ સાતમા નંબરે છે.ટુરિઝમ માર્કેટ 2021માં 13 ટકા જેટલુ વધીને 9.52 લાખ કરોડ રુપિયા પર પહોંચવાની આશા છે.
પ્રવાસીઓને આકર્ષનારા રાજ્યોમાં તામિલનાડુ 345 મિલિયન પ્રવાસી સાથે પહેલા, યુપી 234 મિલિયન પ્રવાસી સાથે બીજા, કર્ણાટક 180 મિલિયન પ્રવાસી સાથે ત્રીજા નંબરે છે.આ આંકડા 2016-2017ના વર્ષના છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PQugwV
via Latest Gujarati News
0 Comments