ભોપાલ, 7. મે 2019 મંગળવાર
એક જમાનમાં હિન્દુ આતંકવાદની વાતો કરનારા કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ ભોપાલમાં ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સામેનો હાઈપ્રોફાઈલ લોકસભા ચૂંટણી જંગ જીતવા માટે સાધુ સંતોના સહારે છે.
દિગ્વિજયસિંહ માટે મધ્યપ્રદેશના કોમ્પ્યુટર બાબા સહિતના સાધુઓ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો.જેમાં સેંકડો બીજા સાધુઓ જોડાયા હતા.જ્યાં દિગ્વિજિયસિંહ પોતાની પત્ની સાથે પહોંચ્યા હતા.કેટલાક સાધુઓએ દિગ્વિજયસિંહ માટે હઠયોગ પણ કર્યો હતો.
જાણકારો માની રહ્યા છે કે, સાધ્વી પ્રજ્ઞાને ભાજપે હિન્દુત્વના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરી છે અને એ પછી દિગ્વિજયસિંહ પણ હિન્દુ કાર્ડ થકી જ પ્રચાર કરી રહ્યા છે.
કોમ્પ્યુટર બાબાએ કહયુ હતુ કે, પાંચ વર્ષમાં ભાજપ રામ મંદિર નથી બનાવી શક્યુ, રામ મંદિર નહી તો મોદી નહી.
બીજી તરફ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યુ હતુ કે, કોંગ્રેસને સમર્થન આપવાના નામે ભગવાનો વેપાર થઈ રહ્યો છે.લોકોને ભગવા પહેરાવીને ઉભા કરી દેવાયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VTgyi2
via Latest Gujarati News
0 Comments