ઘરે આ રીતે ફટાફટ બનાવો સ્વાદિષ્ટ પનીરની ખીર


અમદાવાદ, 7 મે 2019, મંગળવાર

ચોખાની ખીર તો તમે અનેકવાર ખાધી હશે પરંતુ શું તમે ઘરે ક્યારેય ટ્રાય કરી છે પનીરની ટેસ્ટી ટેસ્ટી ખીર ? નથી ટ્રાય કરી તો આજે નોંધી લો રેસીપિ અને પછી ઘરે બનાવો પનીરની મસ્ત ટેસ્ટી ખીર.

સામગ્રી

ફુલ ક્રીમ દૂધ- 1 લીટર

પનીર- 100 ગ્રામ

ખાંડ- 200 ગ્રામ

કસ્ટર્ડ પાવડર- 1 ચમચી

બદામ

પિસ્તા

ચારોળી

કેસર

રીત

સૌથી પહેલા બધા જ ડ્રાયફ્રૂટ્સને ઝીણા સમારી લો અને કેસરને થોડા દૂધમાં પલાળી સાઈડ પર રાખી દો. હવે દૂધને ધીમા તાપે ઉકાળવા મુકો, એક વાટકીમાં થોડુ દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાવડર પલાળી દો. જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરી દો. હવે તેમાં ખાંડ ઉમેરી અને ઝીણું ખમણેલું પનીર ઉમેરી બરાબર ઉકળવા દો. આ ખીરને સતત હલાવતા રહો જ્યારે દૂધ ઘટ્ટ થાય ત્યારે તેમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી અને 5 મિનિટ ઉકળવા દો પછી તેને ઠંડી કરી સર્વ કરો. 




from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WA4lw9
via Latest Gujarati News

Post a Comment

0 Comments