ચીને પાકિસ્તાનને જેએફ-17 વિમાન સોપ્યું, યુદ્ધમાં પાક.ની ક્ષમતા વધી


નવી દિલ્હી, તા. 22 મે, 2019, બુધવાર

ચીન અને પાકિસ્તાન બન્ને વચ્ચે અનેક સંરક્ષણ સોદા થયા છે જેમાં એક સોદો જેએફ-૧૭ ફાઇટર વિમાનનો છે. આ વિમાનની પહેલી ડીલીવરી ચીન પાકિસ્તાનને આપી દીધી છે. જેને પગલે પાકિસ્તાન પાસે વધુ એક આધુનિક યુદ્ધ વિમાન આવી ગયું છે. 

આ પહેલા પાકિસ્તાને અમેરિકા પાસેથી એફ-૧૬ વિમાન લીધા છે ત્યારે હવે તેને ચીને પણ મદદ કરી છે. આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાની એરફોર્સની તાકાત વધી રહી છે જેને પગલે હવે ભારતીય એરફોર્સની તાકાત પણ વધારવામાં આવે તે પ્રકારની માગ ઉઠી રહી છે.

એક દસકા પહેલા ચીન અને પાકિસ્તાન બન્નેએ મળીને જેએફ-૧૭ વિમાન વિકસાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં અંતે તેમણે સફળતા મેળવી લીધી છે અને વિમાન તૈયાર થઇ ગયું છે.  આગામી દિવસોમાં ચીન હજુ આવા અન્ય વિમાનો પણ પાકિસ્તાનને સોપી શકે છે. આગામી દિવસોમાં ચીન પાક.ને સમુદ્રમાં પણ મદદ કરવા જઇ રહ્યું છે. 

હાલ ચીન અને પાકિસ્તાન બન્ને વચ્ચે કેટલાક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં ચીન દ્વારા પાકિસ્તાનને યુદ્ધ સબમરીન પણ સોપવાની તૈયારી કરી રહ્યું છે. આશરે ચાર જેટલી આધુનિક વોરશિપ્સ પણ આપવાનું છે. ચીને હાલ પાકિસ્તાનને જે યુદ્ધ વિમાન આપ્યું છે તેને જેએફ-૧૭ તરીકે ઓળખવામાં આવે છે. હાલ ભારતમાં પણ રફાલ વિમાન ખરીદવામાં આવી રહ્યા છે જેને પગલે ચીનના આ જેએફ-૧૭ વિમાનને ટક્કર આપવામાં પણ સફળતા મળી રહેશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M4zXZJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments