
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 22 મે, 2019, બુધવાર
વેકેશનના કારણે મુસાફરોની વધેલી સંખ્યાને પહોંચી વળવા એર ઇન્ડિયાએ આગામી મહિનાથી નવી વિવિધ જગ્યાએથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી.સરકારી માલિકીની એરલાઇને કહ્યું હતું કે પહેલી જૂનથી દર સપ્તાહે મુંબઇ-દુબઇ-મુંબઇ રૂટ પર વધારાની ૩૫૦૦ બેઠકોની ઓફર કરાશે. ઉપરાંત બીજી જૂનથી બી ૭૮૭ ડ્રીમલાઇનર વિમાન દ્વારા બે નવી ફલાઇટ દિલ્હી-દુબઇ-દિલ્હી રૂટ પર શરૂ કરાશે.
'એરલાઇન ૩૧ જુલાઇ, ૨૦૧૯ સુધીમાં ઉપયોગ કરી શકાય એવી દિલ્હી અને મુંબઇથી દુબઇની વન વે ઇકોનોમી કલાસની રૂપિયા ૭૭૭૭ની ટિકિટોની ઓફર પણ કરશે'એમ એરલાઇને નિવેદનમાં કહ્યું હતું.
ડોમેસ્ટીક રૂટ અંગે એર ઇન્ડિયાએ કહ્યું હતું કે ભોપલ-પુણે-ભોપલ અને વારાણસી-ચેન્નાઇ-વારાણસી રૂટ પર પાંચ જૂનથી નવી સેવા શરૂ કરશે.' ભોપાલ જેવા ઐતિહાસિક શહેર માટે ત્રીજી સેવા ઉમેરી દર સપ્તાહે ૧૪ને બદલે નવી ૨૦ ફલાઇટ કરાશે'એમ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
એર ઇન્ડિયા અનુસાર,દિલ્હી-બેંગલુરૂ-દિલ્હી, દિલ્હી-અમૃતસર-દિલ્હી,ચેન્નાઇ-અમદાવાદ-ચેન્નાઇ અને ચેન્નાઇ-કોલકાતા-ચેન્નાઇ જેવા રૂટ પર સાપ્તાહ દીઠ ફલાઇટની સંખ્યામાં વધારો કરાયો હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. સપ્તાહ દીઠ દિલ્હી-વડોદરા-દિલ્હી અને મુંબઇ-વિઝાગ-મુંબઇ રૂટની ફલાઇટો પણ વધારાશે. જેટ એરવે ઝે ૧૭ એપ્રિલે પોતાની ફલાઇટો બંધ કરી ત્યાર પછી થી અન્ય એરલાઇનોમાં વધુમાં વધુ ટિકિટો વેચવા માટે સ્પર્ધા શરૂ થઇ હતી.
૧૭મેના રોજ નાગરિક ઉડ્ડયન સચિવ પી.એસ. ખારોલાએ કહ્યું હતુ ંકે તમામ એરલાઇનોએ જેટ એરવેઝની આંતરરાષટ્રીય ફલાઇટના અધિકાર માગ્યા હતા પરંતુ એરઇન્ડિયાને આવી બાબતોમાં પ્રાથમિકતાના ધોરણે કેટલાક રૂટ આપોઆપ જ મળી ગયા હતા. જેટ એરવેઝ એક મહિના કરતાં વધુ સમયથી કાર્યરત નહીં હોવાના કારણે વિવિધ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ફલાઇટના એરફેર વધી ગયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WhTKci
via Latest Gujarati News
0 Comments