કુમારસ્વામી શુક્રવારની સવાર સુધી જ મુખ્યપ્રધાન રહેશે : કેન્દ્રીય પ્રધાન ગૌડા


(પીટીઆઇ) બેંગાલુરુ, તા. 22 મે, 2019, બુધવાર

કેન્દ્રીય પ્રધાન ડી વી સદાનંદ ગૌડાએ દાવો કર્યો છે કે કર્ણાટકની કોંગ્રેસ-જેડી(એસ) સરકારનું  લોકસભા ચૂંટણીના પરિણામ પછી પતન થશે અને કુમારસ્વામી શુક્રવાર સવાર સુધી જ મુખ્યપ્રધાન રહેશે. 

કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન ગૌડાએ જણાવ્યું છે કે લોકસભા ચૂંટણી પછી કર્ણાટકમાં નવી સરકારની રચનાનો તખ્તો ગોઠવાઇ ગયો છે. 

તેમણે જણાવ્યું હતું કે કુુમારસ્વામી આવતીકાલે સાંજ સુધી જ કર્ણાટકના મુખ્યપ્રધાન રહેશે. શુક્રવાર સવાર સુધીમાં કુમારસ્વામી ૧૦૦ ટકા કર્ણાટકના મુખ્યપ્રધાન નહીં રહે.

પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ નેતાએ જણાવ્યું હતું કે નવી સરકાર રચવાનો તખ્તો ટૂંક સમયમાં ગોઠવાઇ જશે. 

કર્ણાટકમાં જો લોકસભા ચૂંટણીનું પરિણામ ભાજપની તરફેણમાં આવશે તો તેની અસર કર્ણાટક સરકારની સ્થિરતા પર જોવા મળશે તેવી અટકળો ચાલી રહી છે. 

એક્ઝિટ પોલના અંદાજ મુજબ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધનનો દેખાવ ખૂબ જ ખરાબ રહેશે. એકિઝિટ પોલના અંદાજ મુજબ કર્ણાટકમાં ભાજપને ૨૮માંથી ૨૧ બેઠકો મળશે. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને કર્ણાટકમાંથી ૧૭ બેઠકો મળી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M4umTq
via Latest Gujarati News

Post a Comment

0 Comments