સરહદે શાંતિ જાળવવા માટે લદ્દાખમાં ભારત-ચીનની સેના વચ્ચે બેઠક


(પીટીઆઇ) શ્રીનગર, તા. ૨૨

જમ્મુ-કાશ્મીરના પૂર્વ લદ્દાખ સેક્ટરમાં ભારત અને ચીનની સેના વચ્ચે સરહદે શાંતિ જાળવવા માટે બેઠક યોજવામાં આવી હતી. 

આ બેઠકમાં ભારતીય ડેલિગેશનનું નેતૃત્ત્વ ફાયર એન્ડ ફયુરી કોર્પ્સના મેજર જનરલ અરવિંદ કપૂરે જ્યારે ચીનના ડેલિગેશનનું નેતૃત્ત્વ સિનિયર કર્નલ ગાન વે હાને કર્યુ હતું તેમ કર્નલ રાજેષ કાલિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર બંને દેશો સરહદે શાંતિ જાળવવા સંમત થયા હતા અને સરહદી વિસ્તારોમાં બંને દેશોના સંબધો વધુ સુધરે તેવા પ્રયત્નો કરવાની પણ તૈયારી બતાવી હતી. 

આ બેઠકમાં બંને દેશના રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી. આ બેઠકમાં બંને દેશની સેનાએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દોલત બેગ ઓેલ્ડી મિટિંગ પોઇન્ટની સામે યોજવામાં આવી હતી.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WlzDd4
via Latest Gujarati News

Post a Comment

0 Comments