ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન શ્રેણી અંતર્ગત 'કચ્છના ગુજરાતી સાહિત્યમાં કચ્છના પરિવેશનું પ્રતિબિંબ' વિષયનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છ યુનિવર્સિટીના અધ્યાપિકા દર્શના ધોળકિયાએ કચ્છના વતની અને ગુજરાતના સાહિત્યકારોએ તેમની વિવિધ કૃતિઓમાં જે રીતે કચ્છ પ્રદેશનો ઉલ્લેખ કર્યો છે તેની વાત કરી હતી. આ વિશે વાત કરતાં દર્શના ધોળકિયાએ કહ્યું કે, દરેક પ્રદેશની મહેક એના સાહિત્યમાં પ્રગટતી હોય છે તેમ કચ્છ વિસ્તારની પણ એક આગવી મહેક છે.
કચ્છમાં વધુ પ્રમાણમાં રણ વિસ્તાર છે અને દરિયાકિનારાની કુદરતી સૌંદર્યનો ખજાનો છે. કચ્છના ઘણાં કવિ અને લેખક દ્વારા પોતાના સાહિત્યસર્જનમાં કચ્છ પ્રદેશનું આગવું પ્રતિબિંબનું વર્ણન કરીને કચ્છ પ્રદેશની સુંદરતા દર્શાવી છે. ગુજરાતી સાહિત્યના દર્પણમાં કચ્છનું સાહિત્ય તેની આગવી ભાત પાડે છે. કચ્છના સાહિત્યમાં ભાષાનો એક આગવો લહેકો છે અને તે દરેક જગ્યાએ જુદો પડે છે. કુદરતે સર્જેલી પાર વિનાની વિષમતાઓ વચ્ચે આ પ્રદેશનું આગવું મહત્વ છે. કચ્છનો સર્જક પોતાના અનુભવોનું વર્ણન કરીને કચ્છની સ્વાનુભૂતિ લખી છે. આ પ્રદેશની પ્રજાએ વિવિધ દુષ્કાળ અને કુદરતી આપત્તિઓનું પોતાની સાહિત્ય સર્જનમાં વર્ણન કરીને પોતાની ભાષા, સંસ્કૃતિ, ખોરાક, માન્યતાઓનું અતિ સુંદર વર્ણન કરીને પોતાના સાહિત્યની આગવી શૈલીમાં ઓળખ ઊભી કરી છે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HwZIOc
via Latest Gujarati News
0 Comments