હેરિટેજ માટે દરેક પ્રોફેશનના લોકોએ આગળ આવવું પડશે


અમદાવાદના હેરિટેજથી ટૂરિસ્ટો પ્રભાવિત થાય છે. જો આપણા હેરિટેજને અર્બનલાઇઝ અને મોડર્નાઇઝ કરીશું તો તેમાં ક્લ્ચરની સુગંધ નહી ભળે. હેરિટેજ સંવર્ધનનું માત્ર પ્રોફેશનલ અને આર્કિટેક્ચર્સ જ કરી શકે તે વાત ભૂલી ભરેલી છે  આ વારસો બધાનો છે. હેરિટેજની જાળવણી દરેક વ્યક્તિએ પોતાના પ્રોફેશનમાં રહીને કેવી રીતે કરી શકાય તે માટે 'ખયાલ' દ્વારા દેસાઇની પોળ ખાતે મીટઅપ યોજાઇ, જેમાં આર્કિટેક્ટ ડિઝાઇનર, આર્ટિસ્ટ, કોમ્યુનિકેટર, પ્લાનર, પ્રોજેક્ટ પ્લાનર, થિયેટર આર્ટિસ્ટ, સિવિલ એન્જિનિયર, હોસ્પિટાલિટી, સોલ્ડ વેસ્ટ મેનેજર, કોર્પોરેટ, કોમ્યુનિટી સેન્ટર અને ઇન્ટિરીયર ડિઝાઇનર જેવા અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ હેરિટેજ બચાવ પર તેઓ શું કરી રહ્યા છે અને આગળ શું થવું જોઇએ તે અંગેની વાતો શેર કરી હતી.

કેટલીયે જાતિનું અસ્તિત્વ ખતમ થઇ રહ્યું છે તેનો બચાવ પણ કલ્ચરનું સંવર્ધન જ છે

અત્યારે હેરિટેજ સંવર્ધનની ચર્ચામાં માત્ર પોળના ઘરો અને સ્થાપત્યોની વાત થાય છે પરંતુ આદિવાસી જેવી કેટલીય જાતિનું અસ્તિત્વ ખતમ થઇ રહ્યું છે તેનો બચાવ પણ કલ્ચરનો બચાવ છે. માત્ર પોળ જ નહી વર્ષો જૂની ચાલીઓનો પણ ઇતિહાસ છે તે પણ આપણો વારસો છે આપણે તેને વાચા આપવાની છે.  - મૌલિકરાજ શ્રીમાળી, થિયેટર આર્ટિસ્ટ

હેરિટેજ પ્રિઝર્વેશન માટે સ્ટાર્ટઅપ ઇનોવેશન ઘણું કામ કરી શકે છે

હેરિટેજ પ્રિઝર્વેશન માટે આપણે મુખ્યત્વે પબ્લિક- પ્રાઇવેટ યંગ પાર્ટનરશીપ કરવાની જરૃર છે. હેરિટેજ અને પ્લાનિંગ ફિલ્ડમાં ખૂબ જ ઓછા લોકો હોય છે તેથી હવે આપણે યંગસ્ટર્સ પાસેથી તેમના ઇનોવેટીવ આઇડીયા અને ટેકનોલોજી મદદથી તેમને ડિઝાઇન, મેનેજમેન્ટ અને મેઇન્ટેઇનનું કામ સોંપવું જોઇએ. - પાર્થ કારિયા, પ્લાનર



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YBIIfo
via Latest Gujarati News

Post a Comment

0 Comments