
ડે. સ્પીકર પદે વિપક્ષમાંથી કોઇની પસંદગી થશે
નવી દિલ્હી, તા. 27 મે, 2019, સોમવાર
૩૦મી મેએ નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદે શપથ ગ્રહણ કરવા જઇ રહ્યા છે સાથે તેમના મંત્રીઓ પણ શપથ લેશે. નવી સરકારની રચના થયા બાદ ૧૭મી લોકસભાનું પહેલુ સત્ર આગામી જુન મહિનાની ૬ તારીખથી શરૂ થવા જઇ રહ્યું છે. જે ૧૫ તારીખ સુધી ચાલશે.
નવી સરકારનું આ પહેલુ સત્ર હશે. જેને પગલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલા જ દિવસે બન્ને ગૃહોને સંબોધશે. આ જ દિવસે લોકસભાના પ્રો ટેમ સ્પીકરની પણ નિમણુંક કરવામાં આવશે. જ્યારે કાયમી સ્પીકરની ચૂંટણી ૧૦મી જૂને થશે.
આ ૧૭મી લોકસભાના પહેલા સત્રમાં જે પણ સાંસદ પદે ચૂંટાયા છે તેઓ શપથ ગ્રહણ કરશે. દરમિયાન સ્પીકર અને ડે. સ્પીકરની પણ પસંદગી કરવામાં આવશે. નિયમ અનુસાર સ્પીકર પદે સત્તાપક્ષ જ્યારે ડે. સ્પીકર પદે વિપક્ષમાંથી કોઇને પસંદ કરવામાં આવશે.
૧૬મી લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન હતા. જ્યારે ડે. સ્પીકર પદે અન્નાદ્રમુકના સાંસદ થમ્બી દુરાઇ હતા. જોકે આ વખતે સ્પીકર પદે કોને પસંદ કરવામાં આવશે તેને લઇને કોઇ સ્પષ્ટતા નથી થઇ શકી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K8AabM
via Latest Gujarati News
0 Comments