
ન્યૂયોર્ક, 17 મે 2019, શુક્રવાર
યૂટ્યૂબ ચેનલ પર કૈરીમિનાટી નામથી ફેમસ આ ભારતીય યુવક 19 વર્ષનો છે અને તેનું નામ અજય નાગર છે. અજયને ટાઈમ મૈગેઝીનના નેક્સ્ટ જેનરેશન લીડર્સ 2019ની યાદીમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં દુનિયાભરના માત્ર 10 યુવાનોને સ્થાન મળ્યું છે જેમાંથી એક ભારતનો અજય છે. આ યાદીમાં રાજનીતિ, સંગીત અને અન્ય ક્ષેત્રમાં નવા માર્ગ બનાવતા યુવાનોને સ્થાન આપવામાં આવે છે. ટાઈમ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર 19 વર્ષીય યુવકએ યૂટ્યૂબ ચેનલ પર 70 લાખ સબ્સક્રાઈબર બનાવ્યા છે.
ભારતમાં યૂટ્યૂબના ઘણા પ્રશંસકો છે. 26.5 કરોડ માસિક યૂઝર્સ સાથે ભારતએ 2018માં અમેરિકાને પણ પાછળ રાખી દીધું છે. ભારતમાં સૌથી વધારે યૂટ્યૂબ જોનારા છે. પોતાની ઉર્જાવાન પ્રસ્તુતિને હિંદી શબ્દોમાં અલગ અંદાજમાં રજૂ કરી અજય પ્રખ્યાત થયો છે. અજય નાગરએ પોતાનો પહેલો વીડિયો 10 વર્ષની ઉંમરે બનાવ્યો હતો. 2016માં ડિસ્ક ટ્રૈક વીડિયોના કારણે તે પ્રખ્યાત થયો. નાગરનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય થવા માટે અંગ્રેજીમાં કાર્યક્રમ રજૂ કરવાની જરૂર નથી. તેની લોકપ્રિયતા તેના મૂળના કારણે છે અને તે પશ્ચિમિ લોકો માટે પોતાનામાં ફેરફાર કરવા માંગતો નથી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QhHMKl
via Latest Gujarati News
0 Comments